સહાનીય કામગીરી:વ્યાજખોરોએ પચાવેલ મકાન અને ગાડીનો કબજો પોલીસે અપાવ્યો

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોધરામાં વ્યાજખોરીની હરામખોરીના બે કિસ્સા

ગોધરા શહેરમાં વ્યાજખોરોની ચોક્કસ ગેંગ સક્રીય બની છે. પોલીસે વ્યાજખોરો સામે ફરીયાદ નોધાવીને અરજદારો પાસેથી બળજબરીથી મકાનને મારેલું તાળુ ખોલાવીને અરજદારને કબજો અપાવ્યો તેમજ વ્યાજખોરો વ્યાજના બદલામાં લઇ ગયેલ કારનો કબ્જો માલીકને અપાવીને સહાનીય કામગીરી કરી છે.

ફરિયાદ-1
ગોધરાના મિહીર રાણાએ તેના મિત્ર દિનેશ દંતાણી પાસેથી માસિક 10 ટકાના વ્યાજે રૂા.70 હજાર લઇ સિકયુરીટી પેટે કોરા ચેક આપ્યા હતા. જેમાં મુદ્દલ અને વ્યાજ મળી 1.40 લાખ આપ્યા છતાં દિનેશ દંતાણી હજુ રૂા.5 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. ના પાડતા તેણે મિહીર રાણાના ઘરને તાળું મારી દીધું હતું. આ અંગેની ફરીયાદ નોધાઇ હતી.

ફરિયાદ-2
તન્મય મહેતાએ વિરેન લાલવાણી પાસેથી રૂા.90 હજાર લીધા હતા. પરંતુ તેણે બે ટકા વ્યાજને બદલે 10 ટકા લેવાનું ચાલુ કર્યું હતુ. 1.80 લાખ 10 ટકા વ્યાજે લઇને સામે તેના અને તેના પિતાના કોરા ચેક પણ લઇ લીધા હતા. વ્યાજ સહીત રૂા.6.87 લાખ ચુકવ્યા હોવા છતાં 11.28 લાખની માગ કરી હતી. નહીં અપાતા આઇ ટેન કાર લઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...