ગોધરા શહેરમાં સાંજના સુમારે અચાનક વાતવરણમાં પલટો આવતાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ગોધરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારો અનુભવાયો હતો. જ્યારે સમી સાંજે સાત વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા સાથે ઠેર ઠેર બરફના કરા પણ પડ્યા હતા. જેથી શહેરીજનો એ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં અને મધ્ય ગુજરાતમાં બે દિવસ અગાઉ વાવંટોળિયા સાથે પવન સહિત કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલે દિવસભર રહેલું વાદળીયું વાતાવરણ આજે પણ યથાવત રહ્યું હતું. સુરજદાદા સવારથી જ વાદળા વચ્ચે સંતાકૂકડી રમતા નજરે પડતાં હતા. જોકે વાદળિયા વાતાવરણને કારણે ભર ઉનાળે ગરમીમાં થોડી રાહત જણાઈ હતી.
પરંતુ બફારો વધુ લાગતો રહ્યો હતો, દરમિયાનમાં સાંજના સુમારે સાત વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં વધુ પલટો આવ્યો અને અચાનક કમોસમી વરસાદના ઝાપટા અને બરફના કરા સાથે કમોસમી વરસાદ ઠેર ઠેર પડ્યા હતા. ગોધરા શહેરમાં સાંજના સુમારે અચાનક વાતવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.