ગોધરા શહેરના શહેરા ભાગોળ પાસેના રેલવે ફાટક બંધ રહેતાં ભારે ટ્રાફિકની સમસ્યાઅોથી શહેરીજનો ત્રાસી ગયા છે. ગોધરામાં નવા વિસ્તારો વધતાં શાકમાર્કેટ સહિતના વિસ્તારમાં જવા રોજના 30 હજારથી વધુ વાહનો શહેરા ભાગોળ રેલવે ફાટકનો ઉપયોગ કરે છે. રોજની 30થી વધુ ટ્રેનો પસાર થવાથી રેલવે ફાટક બંધ રહેવાથી પ્રદૂષણ અને સમયનો ભારે વ્યય થતો હોઇ શહેરીજનોની માંગને લઇને ધારાસભ્ય સી.કે.રાઉલજીના પ્રયત્નોથી શહેરા ભાગોળના રેલવે ફાટક પરની રેલવે લાઇન નીચેથી રૂા.12.33 કરોડના ખર્ચે અંડર પાસ બ્રિજ મંજૂર થયો હતો.
અા અંડરપાસની ઉંચાઈ 3.45 મીટર હોવાથી ટેમ્પો સહિતના વાહનો પસાર થઈ શકશે. અંડરપાસ બનાવવા માટેની મંજૂરી તથા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થતાં શહેરા ભાગોળ પાસે અંડર પાસ બનાવવા માટે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીઅે હોંશેહોંશે ખાતમુહૂર્ત કરતાં ગોધરાવાસીઅોને હવે અંડર પાસ બનશે તેની ખુશી થઇ હતી. પણ રેલવે લાઇન નીચેના અંડરપાસની કામગીરી શરૂ થતાં પહેલાં વિઘ્નો અાવતાં કામગીરી ટલ્લે ચઢી હતી. રેલવે લાઇન નજીક તળાવ હોવાથી અંડરપાસ બનાવવાના ટેસ્ટિંગમાં પાણી નીકળતંુ હોવાથી રેલવે વિભાગે કામગીરી બંધ કરી દીધી હતી. જેને લઇને અંડરપાસ માટે શહેરીજનોને હજુ વધારે રાહ જોવાનો વારો આવ્યો છે.
અધિકારીઓ સાથે મીટિંગ કરી વહેલી તકે અંરડપાસની કામગીરી શરૂ કરાશે
શહેરા ભાગોળ પાસેના અંડર પાસ માટે અમે રેલવેના ઉચ્ચ અધિકારીઅો સાથે મીટિંગો કરીને વહેલી તકે જમીનમાં પાણીના લેવલની સમસ્યાનું નિરાકરણ અાવી જશે. 15 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે અને વહેલી તકે અંડરપાસની કામગીરી પણ ચાલુ કરવામાં અાવશે. > અેન.સી.ભટ્ટ, અાર અેન્ડ બી અધિકારી
ટેકનિકલ ખામી અાવી છે, હાલ કશંુ કરી શકંુ તેમ નથી
ગોધરાના શહેરા ભાગોળ પાસેના રેલ્વે અંડરપાસ બનાવવામાં ટેકનીકલ ખામી અાવી છે. ટેકનીકલ ટીમે ઇન્વેસ્ટીગેશન કરતાં અાસપાસ તળાવ હોવાથી જમીનમાં પાણીનું લેવલ હાઇ મળી અાવ્યું હતું. ક્યારે થશે તે હું કહી શંકુ તેમ નથી. >ંકજભાઇ, રેલવે અેન્જિનિયર
જમીનમાંથી પાણી ફૂટવાથી કામગીરી અટકી
ગોધરા શહેરની મુખ્ય સમસ્યા શહેરા ભાગોળના રેલવે ફાટકની છે. અહીં વર્ષો જૂની ટ્રાફિકની મુશ્કેલી હોવાથી અગાઉ રૂપિયા 9 કરોડ અંડરપાસ માટે મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાઅે શહેરીજનોની ચિંતા કર્યા વગર અંડરપાસના નાણાં બીજે ક્યાંક વાપરી નાખ્યા હતા. બાદમાં અનેક રજૂઅાત કર્યા બાદ અંડરપાસ માટે રેલવેમાંથી મંજૂરી મળી હતી. જેમાં રેલવે વિભાગ અને અાર અેન્ડ બી વિભાગે ટેન્ડર પણ બહાર પાડી દીધા હતા. દરમિયાન જમીનમાંથી પાણી ફૂટવાની સમસ્યા આવવાને લઇને હાલ તો અંડરપાસ બનવાની કામગીરી માળિયે ચઢી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.