શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો:ગોધરામાં વિસર્જન યાત્રામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે એમજીવીસીએલની ટીમ ખડેપગે; પાવર સપ્લાય પર ભાર મુકાયો

પંચમહાલ (ગોધરા)24 દિવસ પહેલા

ગોધરા શહેરમાં આવતીકાલે સોમવારે આનબાન અને શાન સાથે નીકળનારી ગણેશજીની વિસર્જન યાત્રામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે ગોધરા શહેરની એમજીવીસીએલની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગોધરા શહેરમાં આવતીકાલે ગગનભેદી નાદ સાથે ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવશે. ત્યારે જે રૂટ ઉપરથી ગણેશજીની શોભાયાત્રાના વરઘોડા પસાર થવાના છે તે તમામ માર્ગોના રૂટ ઉપર ગોધરા એમજીવીસીએલની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

ટ્રાન્સફર ચેક કરીને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી
ગોધરા શહેરમાં આવતીકાલે નીકળનારી વિસર્જનયાત્રાને અનુલક્ષીને જીઈબીનો પાવર સપ્લાય સંપૂર્ણપણે મળી રહે એ માટે એમજીવીસીએલની ટીમ દ્વારા ગોધરાના પાંજરાપોળ ચર્ચ પાસેથી રામસાગર તળાવ તેમજ પશ્ચિમ વિસ્તારોમાં આવેલી વિસર્જન યાત્રાના રૂટ ઉપર ટ્રાન્સફર ચેક કરીને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસર્જન યાત્રામાં દરમિયાન પાવર સપ્લાયને કોઈ પણ વિક્ષેપ ન પડે તે માટે એમજીવીસીએલ ટીમ આખો દિવસ વિસર્જન યાત્રામાં ખડે પગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...