ચુંટણી:મોતાલ ગ્રામ પંચાયતના વોર્ડ-4ના હારેલા ઉમેદવારે કોર્ટનું શરણુ લેતા વિજેતા જાહેર

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારેલા જાહેર કરેલા ઉમેદવાર કોર્ટમાં જતાં કોર્ટે કમિશનરની હાજરીમાં ફેર ગણતરીમાં વિજેતા
  • અરજદારના 56 મત હોવા છતાં ચુંટણી અધીકારીએ 22 મત મળેલ ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા

ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચુંટણી બાદ મતગણતરી 21 ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં અાવી હતી. ગોધરા તાલુકાની મોતાલ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની મત ગણતરી ચાલી રહી હતી. જેમાં મોતાલ ગ્રામ પંચાયતના વોર્ડ 4 ની બક્ષીપંચ સ્ત્રી બેઠકની મતગણતરીમાં કુલ 84 મતનું મતદાનની ગણતરીમાં 6 મત રદ કરવામાં અાવ્યા હતા.

મતગણતરીમાં 78 મતમાંથી ઉમેદવાર મંગુબેન અજયકુમાર બારીઅાને 56 મત અને હરીફ ઉમેદવાર સુરેખાબેનને ખોડાભાઇ પરમારને 22 મત મળતાં મત ગણતરી વખતે ગણતરી કરતાં ચુંટણી અધીકારીઅે માૈખીક મંગુબેનને વિજેતા થયા હોવાનું કહેતા વોર્ડ 4 ના મંગુબેનના ટેકેદારો ફટાકડા ફોડીને વિજયોત્સવની ઉજવણી કરી દીધી હતી.

બાદમાં ગેઝેટમાં મંગુબેનને બદલે 22 મત મળેલ સુરેખાબેન પરમારને વિજેતા બતાવતાં મંગબેન તથા તેમના ટેકેદારોઅે પ્રાંન્ત અધીકારીને પરીણામ ઉલટું અાવ્યું હોવાની ફેર મતગણતરી કરવાની રજુઅાત કરી હતી. પણ સીંલ બંધ મતગણતરી પ્રાંતની સત્તા ખોલવામાં અાવતી ન હોવાથી વિજેતા હોવા છતાં હાજરેલા ઉમેદવાર મંગુબેને ગોધરા કોર્ટમાં ઇલેકશન પીટીશન દાખલ કરી હતી.

જે કોર્ટમાં ચાલી જતાં દલીલો અને પુરાવાના અાધારે કોર્ટે કમિશ્નની હાજરીમાં સીંલબંધ મતપેટીમાંથી મતની ગણતરી કરવાોન હુકમ કર્યો હતો. કારણ કે ગ્રામ પંચાયતના ચુંટણી અધિકારીઅે પરીણામ ભુલ ભરેલું હોવાથી ફેરગણતરી કરતાં અરજદાર મંગુબેન અજયકુમાર બારીઅાને 56 મત મળ્યા હતા. જેથી ચુંટણી પરીણામ સુધારીને નવુ અાંકડાકીય પરિણમ પત્રક બનાવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

અામ મોતાલ ગ્રામ પંચાયતના વોર્ડ- 4 ના મંગુબેન બારીઅા 130 દિવસ બાદ વિજેતા જાહેર કરાતંા ટેકદારોમાં ખુશી છલકાઇ ગઇ હતી. જયારે કાઉન્ટીગ અધિકારી કે અન્ય ચુંટણી અધીકારીની ભુલ કે પછી ટાઇપીંગ મિસ્ટેક તે તો મુખ્ય ચુંટણી અધીકારી તપાસના હુકમ કરે તો જવાબદાર કોને તે બહાર અાવી શકે તેમ છે.

કોર્ટની અોર્ડરની કોપી હજુ મળી નથી
ગોધરાના મામલતદારે જણાવ્યું કે મોતાલ ગ્રામ પંચાયતના વોર્ડ 4 ના અરજદાર મંગુબેન બારીઅાને કોર્ટ કમીશનની હાજરીમાં મતગણતરી કરતા વિજેતા જાહેર કર્યા છે. પણ કોર્ટના અાોર્ડરની કોપી હજુ સુધી મળી નથી તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...