પંચમહાલ જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઅોને અનાજ અાપવામાં અાવે છે. પુરવઠા વિભાગ રેશનીંગની દુકાનોમાં અાવશ્ય ચીજવસ્તુઅોનું અોફલાઇન વેચાણ બંધ કરી દીધું છે. તેમ છતાં કેટલાક દુકાનદારો સરકારી અનાજની દુકાનમાં ફીટર પ્રીન્ટ લીધા વગર અોફલાઇન વેચાણ કરતાં હોવાનું માલુમ પડતાં જિલ્લા પુરવઠા અધીકારી અેન.બી. રાજપુતે તપાસ હાથ ધરી હતી.
જેમાં ગોધરાની ધી નવયુગ ગ્રાહક સહકારી ગ્રાહક મંડળીની સસ્તા અનાજની દુકાનમાં અેન.અેફ.અે.અે રેશનકાર્ડમાં 25 બીલો(8.53 ટકા), કાલોલની અેમ.બી.બેલદારની રેશનીંગની દુકાનમાંથી અેન.અેફ.અેસ.અે રેશનકાર્ડમાં 30 બીલ(3.74 ટકા) તથા મોરવા(હ)ના દેલોચ ગામની અેમ.જે.જમનુંની સસ્તા અનાજની દુકાનમાં અેન.અેફ.અેસ.અે રેશનકાર્ડમાં 60 બીલ(7.24ટકા) અોફલાઇન પધ્ધતિથી અાવશ્ય ચીજવસ્તુઅોનુ વીતરણ કરીને ગેરરીતી અાચરી છે.
જેથી જિલ્લા પુરવઠા અધિકારી અેન. બી. રાજપુતે ગેરરીતિ પકડાયેલી 3 સસ્તા અનાજની દુકાનો પરવાનો 90 દિવસ માટે સસ્પન્ડ કરતાં ગેરરીતી અાચરનાર રેશનીંગ દુકાનદારોમાં ફફડાટ પેસી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.