સહાય:બાગાયતી પાકોની ખેતી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાગાયતી પાકોની વિવિધ યોજનાનાનો લાભ ખેડૂતોને મળી શકે

પંચમહાલ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વિવિધ ઘટકો જેવા કે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ), કંદ ફૂલો, છુટા ફૂલો, દાંડી ફૂલો (કટ ફલાવર્સ), પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર સહિત સ્વયં સંચાલીત બાગાયતી મશીનરી, ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોટીગ/ગ્રેડીંગના સાધનો , પીએચએમ સાધનો (વજનાકાંટો, પેકીંગ મટીરીયલ્સ, શોટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ),

બાગાયતી પેદાશો પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ પેકીંગ મટીરીયલ્સ વગેરે જેવા વિવિધ ઘટકોમાં 31 જુલાઇ 2022 તથા મહિલા તાલીમાર્થીઓને વૃતિકા(સ્ટાઇપેંડ) 18 અોગષ્ટ 2022 સુધી અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર માટે 8 અોગષ્ટ 2022 સુધી વર્ષ 2022-23 માટે આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ ઉપર ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની નકલ સહિતના અન્ય પુરાવાની નકલ સાથે દિન 7 માં ગોધરા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે પહોચાડવાની રહેશે. તેવુ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...