ગોધરા શહેરમાં આવેલા જાફરાબાદ સાઈબાબા નગર-2 કાસુડી રોડ ખાતે રહેતા પરણીતાને તેના પતિ દ્વારા અવારનવાર મારઝુડ કરતા હોવાના કારણે પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ ગોધરા નામદાર કોર્ટમાં ઘરેલુ હિંસા તથા ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે તેમ છતાં પણ પરિણીતાના પતિ પોતાના સસરાના ઘરે અજાણ્યા ત્રણ ઈસમ લાવી બરજબરીપૂર્વક પોતાની પત્ની સાથે ઝપાઝપી કરી હતી.
પોતાના સાસુ સસરાના 20,000 સહિત મોબાઈલ ફોન લૂંટી તથા પરિણીતાના બંને બાળકોને પોતાની સાથે ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઈ જતા પરિણીતાના પિતાએ પોતાના જમાઈ અને અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરાના જાફરાબાદ સાઈબાબા નગર-2 કાસુડી રોડ ખાતે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ સુથારીયા એ જણાવ્યું હતું કે, પોતાની દીકરી આરતીબેનના લગ્ન ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સાઢેલી અને હાલ વડોદરાના સયાજીપુરા ખાતે આવેલા ઓમકારા હેરિટેજ બનીયાન સીટી ખાતે રહેતા રાજન અમૃતભાઈ સોનેરા સાથે પોતાની જ્ઞાતિના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
પરંતુ રાજનભાઈ પોતાની પત્ની આરતીબેનને અવારનવાર મારઝૂડ કરતા હતા. જેથી આરતીબેનના પિતા પ્રવીણભાઈએ પોતાની દીકરી આરતીબેન સાથે તેમના બે બાળકો જેમાં એક દીકરી ખુશી જેની ઉં. 6 અને દીકરો સમય ઉં. 4 વર્ષનાઓને પોતાના ઘરે ગોધરા લઈ આવ્યા હતા. ત્યારબાદ આરતીબેન એ પોતાના પતિ રાજનભાઈ વિરુદ્ધ ગોધરા નામદાર કોર્ટમાં ઘરેલુ હિંસા તથા ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ નામદાર કોર્ટમાં ચાલુ છે, છતાં પણ રાજનભાઈ અમૃતભાઈ સોનેરા તથા બીજા અજાણ્યા ત્રણ માણસો પ્રવીણભાઈ સુથારીયાના ઘરમાં ઘુંસી આવી પ્રવીણભાઈની દીકરી આરતીબેનના બંને બાળકોને બગલમાં ઉપાડી બહાર નીકળતા હતા. જેથી પ્રવીણભાઈ પોતાના જમાઈ રાજનભાઈને આવું કૃત્ય નહીં કરવા જણાવતા રાજનભાઈ સાથે આવેલા ઈસમોએ પ્રવીણભાઈને ધક્કો મારીને પલંગમાં પાડી દીધા હતા.
પ્રવીણભાઈની પત્ની નીરૂબેનને પોતાના જમાઈ સાથે આવેલા અજાણ્યા ઈસમોએ નીરૂબેનને પકડી રાખી તેમના અને તેમના પતિ પ્રવીણભાઈનો મોબાઈલ તથા પાકીટમાં મૂકી રાખેલા રૂ. 20,000 લૂંટી અને પ્રવીણભાઈની દીકરી આરતીબેનના બંને બાળકોને તેઓની સાથે ક્રિયા સોનેટ ફોર વ્હીલ ગાડીમાં લઈ ગયા હતા. જેથી પ્રવીણભાઈ સુથારીયાએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે પોતાના જમાઈ રાજનભાઈ અમૃતભાઈ સોનેરા સહિત અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધારે તપાસ કરી છે.ૃ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.