વાંચકો માટે આશીર્વાદ સમાન:ગોધરામાંલાલબાગનું સરકારી પુસ્તકાલય 500 બેઠકની કેપસિટીવાળું બનાવાશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1974માં બનેલા પુસ્તકાલયમાં 40 હજારથી વધુ પુસ્તકો - 1960 થી 2022 સુધીનો ભંડાર

વાંચનનો શોખ એ એવો શોખ છે કે ઘણા લોકો જો દિવસમાં 10 પાનાંનું વાંચન ન કરે તો જાણે દિવસ અધુરો લાગે. વાંચકોનો ખજાનો એટલે પુસ્તકાલય અને તેમાં પણ વિવિધ પુસ્તકોના સમય સાથેનું પુસ્તકાલય એ ખરેખર વાંચકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલું જિલ્લા સરકારી પુસ્તકાલયએ ખરેખર વાંચકો માટે તેમજ અભ્યાસમાં વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્વનું સાબિત થાય એવું છે.

40,000 કરતાં વધારે ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સંગ્રહ ધરાવતું તથા ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાના 10 જેટલા દૈનિક પત્રો સાથે આ પુસ્તકાલય પંચમહાલ જિલ્લાના વાચકોની વાંચનની તરસ છિપાવે છે. જેનું વાંચન વાચકો વિનામૂલ્યે પુસ્તકાલયમાં બેસીને કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. ગોધરામાં સરકારી જિલ્લા પુસ્તકાલય 27 ઓગષ્ટ 1974 થી કાર્યરત છે.

જેમાં ૪૦ હજાર જેટલા પુસ્તકો છે. તેમજ આ પુસ્તકાલયમાં 1960થી લઈને 2022 સુધીના નવા પુસ્તકો પણ છે. ગ્રંથાલયમાં સભ્ય બન્યા બાદ વાંચકો પુસ્તક ઘરે પણ લઈ જઈ શકે છે. હાલમાં જિલ્લા પુસ્તકાલયનું રીનોવેશન કાર્ય ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ હાલ 200 વાચકોની કેપેસિટી ધરાવતું આ પુસ્તકાલય 500 વ્યક્તિની કેપેસિટી ધરાવતું બનશે.

જેથી વધુ લોકો વાંચનનો લાભ લઈ શકશે. આ સિવાય પુસ્તકાલયમાં વાઇ ફાઇ તેમજ કમ્પ્યુટરની પણ સુવિધા ઉપલબ્ધ છે સાથે સાથે મહિલાઓને વાંચન માટે માટે અલગ મહિલા વિભાગની પણ સુવિધા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...