250 દિવ્યાંગોને મળી રોજગારી:પંચમહાલમાં ગોધરા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગોને રોજગારી પુરી પાડી આત્મનિર્ભર બનાવ્યા

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

હાલમાં દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રજાલક્ષી માટે ખૂબ મોટો પડકાર બની ગયો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલી રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ એકમોમાં વર્ષ 2019થી આજદિન સુધી ભરતી મેળાઓ યોજીને 250 જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો રોજગારી પૂરી પાડી છે.

250 જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને રોજગારી મળી
પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેર ખાતે રોજગાર કચેરી દ્વારા 2019થી આજદિન સુધી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તકો વધુમાં વધુ પ્રાપ્ત થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી ખાતે 2019થી આજદિન સુધી 17 જેટલા દિવ્યાંગ માટે ખાસ રોજગાર ભરતી મેળાઓ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક ભરતી મેળા રોજગાર કચેરી ખાતે અને કેટલાક જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાંથી વિવિધ એકમો એટલે કે ઉદ્યોગીક સલામતી, સ્વાસ્થ્યની કચેરીના સહયોગ મારફતે જિલ્લાની વિવિધ એકમોમાંથી વેકનસી મેળવીને જિલ્લામાં 250 જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને રોજગારીની તકો જિલ્લાના વિવિધ એકમોમાંથી પ્રાપ્ત થઇ છે. આ માટે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશભાઈ ચૌહાણને ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારીનો એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ પ્લેસમેન્ટ ઓફીસરનો એવોર્ડ આપવામાં આવ્યો
પંચમહાલ જિલ્લામાં 2019થી આજદિન સુધી દિવ્યાંગો માટેના 17 જેટલા ભરતી મેળાઓ યોજી અને 250 જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને રોજગારીની તકો વિવિધ એકમો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ માટે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશભાઈ ચૌહાણને ભારત સરકાર દ્વારા દર વર્ષે નેશનલ એવોર્ડ પ્લેસમેન્ટ ઓફીસર માટે આપવામાં આવે છે. જેમાં 2020માં નોમિનેશન મેળવી 3 ડિસેમ્બર 2021ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે બેસ્ટ પ્લેસમેન્ટ ઓફીસરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં 21 વર્ષ બાદ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશભાઈ ચૌહાણને એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ભારતમાં માત્ર એકજ એવોર્ડ હોય છે જે જિલ્લા રોજગાર અધિકારી મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...