વરસાદી મોસમમાં રોપાઓની માંગ વધી:ગોધરાના ધનોલ ખાતે આવેલુ વનસંશોધન કેન્દ્ર, રાજસ્થાન અને દિલ્લી સુધી અહીંના વિવિધ પ્રજાતિઓના રોપાઓની માંગ

પંચમહાલ (ગોધરા)7 દિવસ પહેલા
  • પ્રકૃતિપ્રેમી લોકો રોપાએનું ખરીદી તેનું જતન કરે તેવું લક્ષ્ય
  • પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયાસ
  • વનસંશોઘન કેન્દ્રમાં લીમડો, નીલગીરી, સાગ, સીસમ, ગળો, અર્જુનસાગર, સાગર જેવી વનસ્પતિઓના છોડનો ઉછેર

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરીની સામે આવેલા વન સશોધન કેન્દ્રમાં તૈયાર થતા વિવિધ વનસ્પતિઓની પ્રજાતિઓના રોપાની માંગ વધી રહી છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે લોકો પોતાના ઘરઆંગણે કે ખેતરમાં પણ રોપાઓનું વાવેતર કરતા હોય છે. આ વન સંશોધન કેન્દ્ર ખાતે તૈયાર થયેલા રોપાઓ વાજબી કિંમતમાં મળી રહે છે, તેને પ્રકૃતિપ્રેમી લોકો ખરીદી તેનું જતન કરે છે, એટલુ જ નહી પણ આ રોપાની માંગ દિલ્લી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ છે.

ગોધરા પાસે ધનોલ ખાતે આવેલુ છે આ કેન્દ્ર
ગુજરાત રાજ્યનું વનવિભાગ પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયાસ કરતુ રહે છે. પર્યાવરણની જાળવણી માટે જરુરી છે કે વધુમાં વધુ વાવેતર થાય. જે આપણને જીવનમાં ઉપયોગી થાય. ધનોલ ખાતે આવેલા વનસંશોધન કેન્દ્ર ખરા અર્થમાં પર્યાવરણમાં એક નવા પ્રાણ પુરવાનું કામ કરે છે. વનસંશોઘન કેન્દ્ર ખાતે લીમડો, નીલગીરી, સાગ, સીસમ, ગળો, અર્જુનસાગર, સાગર જેવી વનસ્પતિઓના છોડ ઉછેરવામા આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે.

સામાન્ય વૃક્ષોના છોડ સાથે આર્યુવેદિક રોપાની માંગ
આપણા આરોગ્ય માટે આર્યુવેદ ઘણુ જ મહત્વનું હોય છે. અહીં આવેલા વનસંશોધન કેન્દ્રમાં 60 જેટલા વિવિધ પ્રકારના આર્યુવેદિક રોપાઓ તૈયાર કરવામાં આવે છે. અહીં રોપાઓને ઉછેરવામાં માટે ખાસ કાળજી લેવામાં આવે છે. તેના પાછળ હવા-ઉજાશ અને માવજત કરવામાં આવે છે. જેથી એ છોડ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ રહે. સાથે ટેન્ટ હાઉસ બનાવીને છોડે તૈયાર કરવામાં આવે છે. અહીં ખાસ નીલગીરીના છોડની ભારે માંગ છે. માત્ર પંચમહાલ જ નહીં પણ અન્ય જીલ્લા લોકો પણ નીલગીરીનો છોડનો ખરીદી જાય છે. અહીંના રોપાઓની અન્ય રાજ્યોમાં ભારે માંગ છે. જેમાં દિલ્લીની સંસ્થા દ્વારા અહીંના વિવિધ રોપાઓને લઈને એક મીની જંગલ ઉભુ કરવામાં આવ્યુ છે.

ગોધરાના ધનોલ પાસે આવેલ વનશાસ્ત્ર અને વન વિનિયોગ રાજપીપળાના હેઠળ કાર્યરત
ગોધરાના ધનોલ પાસે આવેલ વનશાસ્ત્ર અને વન વિનિયોગ રાજપીપળાના વડપણ હેઠળ કાર્યરત સંસ્થામાં સારા જંગલોનો વિકાસ થાય તે માટે તંદુરસ્ત રોપા ઓનો ઉછેર એ એક અગત્યનું સોપાન છે. જેના માટે આ સંશોધન કેન્દ્ર કાર્ય કરે છે. આ ઉપરાંત વધતી જતી વસ્તી સાથે જંગલો પર પણ ભારણ વધ્યું છે માટે લોકો જંગલના મહત્વને સમજે તે માટે પણ આ સંશોધન કેન્દ્ર કાર્યરત છે. bio diversity for all and bio diversity by all એટલે કે લોકો માટે અને લોકો દ્વારા જે વિવિધતા એવી વિભાવના જેમાં લોકો પોતાના ઉપયોગ માટે જાતે જ લોકોપયોગી વનસ્પતિ પ્રજાતિઓનું જંગલમાં જતન કરે છે. તે પ્રકારનું તેમનું લક્ષ્ય છે.

જંગલોમા થતી વનસ્પતિનુ મુલ્ય સમજે એ અમારો ઉદ્દેશ: વિજયસિહ ચાવડા (આરએફઓ)
તેઓ જણાવે છે, અમારી સંસ્થા વનશાસ્ત્ર અને વનવિનીયોગ રાજપીપળા હેઠળની કાર્યરત સંસ્થા છે. 60થી વઘુ પ્રજાતીનું ઉછેર થાય છે. લોકો જંગલમાં થતી વનઉપયોગી થતી વનસ્પતિનું લોકો જાતે સરંક્ષણ કરે તેના ઉદ્દેશ સાથે કાર્ય કરે છે. હાલમાં ચોમાસુ ચાલતુ હોવાથી વિવિધ પ્રકારા રોપા તેમજ આર્યુવેદિક વનસ્પતિઓના રોપાઓની ખરીદી કરવા લોકો આવે છે. સાચા અર્થમાં આ સંસ્થા પર્યાવરણના જતન કરવામાં મહત્વનો ફાળો ભજવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...