રોષ:ગાયનેક હોસ્પિટલમાં મૃત નવજાતના ટેસ્ટના બહાને અંગ કાપ્યા હોવાનો પરિવારનો આક્ષેપ

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેર પોલીસ મથકે શહેરાના આકીબભાઇ ઈદ્રીશભાઈ લડબડે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.9 સપ્ટે.ના રોજ સવારના તેની પત્નીને દુખાવો ઉપડતા પરિવારજનો સાથે ગોધરાના ચિત્રારોડ ખાતે આવેલી લારા હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી. બપોરે 2થી 2.30 વાગ્યાની આસપાસ મારી પત્નીને મૃત બાળકનો જન્મ થયો હતો. મૃત બાળક થવા બાબતે હોસ્પિટલના તબીબને વાત કરતા તેઓએ જણાવેલ કે એક રિપોર્ટ કરાવો પડશે. જેના માટે બાળકના શરીર પરથી ચામડી અને લોહીના સેમ્પલ લેવા પડશે.

તેમ જણાવતા પરિવારજનોએ સેમ્પલ લેવા માટે મૌખિક સહમતી આપી હતી. જેથી લેબોરેટરીના માણસ બોલાવી સેમ્પલ લેવડાવી મૃત બાળકનો કબ્જો પરિવાજનોને સોંપતા બાળકના ડાબા પગનો અંગુઠો કપાયેલ હતો. છાતી પરથી ચામડી કાઢેલ હતી. તેમજ જમણા હાથનો અંગુઠો તથા ટચલી આંગળી કપાયેલ હતી. છાતીમાં ડાબા પડખે કપાયેલું જણાઈ આવેલ જેથી પરિવારજનોને બાળક મૃત જન્મવા બાબતે હોસ્પિટલના તબીબ પર શંકા ગયેલ હતી.

જેથી તબીબને માત્ર લોહી તથા ચામડીના સેમ્પલની સહમતી આપેલ તેમ છતાં પગનો અંગુઠો તથા પડખાના ભાગે કાપો મારેલ હોઇ પરિવારજનો અને તબીબ વચ્ચે બોલાચાલી થતાં હોબાળો મચ્યો અને ત્યારબાદ મામલો શહેર પોલીસ મથકે પહોંચતા પોલીસે જાણવા જોગ ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ મૃત બાળકના પીએમ કરાવવાની માંગ કરતા બાળકને ગોધરા સિવિલમાં ખસેડ્યુ હતું. બીજી બાજુ હોસ્પિટલના તબીબ સુજાત વાલીએ પરિવારજનોના તમામ આક્ષેપો ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...