પંચમહાલ ક્રાઈમ ન્યૂઝ:અકસ્માતની ત્રણ ઘટનામાં ત્રણેય યુવાનોના આશાસ્પદ મોત; ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં ગોધરા, શહેરા અને રાજગઢ પોલીસ મથકના અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. ગોધરા શહેરના ચમન મસ્જિદ સામે સિંધુરીમાતા રોડ પાસે આવેલા એપીએમસી માર્કેટ યાર્ડની અંદર એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જ્યારે શહેરા તાલુકાના ભેસાલ ગામે એક આશાસ્પદ યુવાનનું અગમ્ય કારણોસર મોત થયું હતું. જ્યારે ઘોઘંબા તાલુકાના રણજીતનગરથી ચેલાવાડા તરફ જતા રોડ ઉપર એક તુફાન ગાડીએ બાઈક ચાલકને અડફેટમાં લેતા એકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે એકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

પ્રથમ બનાવ સંદર્ભે ગોધરા શહેરના રેલ્વે ફાટક ચમન મસ્જિદ પાસે રહેતા અને મૂળ શહેરા તાલુકાના લીંબોદરા ગામે રહેતા રમેશ સબુરભાઈ નાયક પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે ગોધરાના ચમન મસ્જિદની સામે સિંદૂરી માતા રોડ પાસે આવેલા એપીએમસી માર્કેટ યાર્ડમાં અંદર એક અજાણ્યા ભિખારી જેવો પુરુષ આશરે ઉંમર 42 વર્ષનો એપીએમસી માર્કેટ યાર્ડના ઓટલા ઉપર કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી અજાણ્યા પુરુષના મૃતદેહ ઉપર પોલીસે કબજો મેળવી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

બીજા બનાવ સંદર્ભે શહેરા તાલુકાના વિજાપુર પગી ફળિયામાં રહેતા વજા રૂપાભાઈ પગી પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી બે દિવસ પહેલા દિલીપ અભેસિંહ પગી શહેરા તાલુકાના ભેસાલ ગામે રોડ ઉપર આવેલા હોળી ચકલા નજીક કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

જ્યારે ત્રીજા બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકાના રણજીત નગર બાઢવા ફળિયામાં રહેતો પ્રદીપ બાબુભાઈ રાઠવા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, એક અજાણ્યા તુફાન ગાડીના ચાલકે તેની ગાડી બેફામ હંકારી અમારી મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ મારી પાછળ બેઠેલા નવીન જેતાભાઈ નાયકને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ તથા તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે તુફાન ગાડી ચાલક પોતાની ગાડી સ્થળ ઉપરથી લઈને ભાગી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...