પંચમહાલ જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલી કેટલીક ગ્રામ પંચાયતની કચેરીના ગુલ્લેબાજ કર્મચારીઅોના કારણે કચેરીઅો નિયમિત ખુલતી નથી. જેના કારણે સ્થાનિક લોકોના કામો ટલ્લે ચઢતા હોય છે. અને ગુલ્લેબાજ તલાટીઓ ધરે બેઠા સરકારી પગાર ખાઇ લીલા લહેર કરતા હોય છે. ગુલ્લેબાજ તલાટી સાથે સરપંચ પણ મળેલા હોવાની રાજ રમત હોવાથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. કાલોલ તાલુકાના ચલાલી ગામના સ્થાનિકો આક્ષેપ છે કે અમારી પંચાયતના તલાટી છેલ્લા ચાર માસથી ફરજ પર આવતા નથી.
જેને કારણે પંચાયતને લગતી કોઇ પણ કામગીરી જેવી કે દાખલા કઢાવવા, સહાયના ફોર્મ, બાકી વેરો ભરવો સહિતા કેટલાય કામો છેલ્લા ચાર માસથી અટવાઇ ગયા છે. તથા ગામમાં થયેલ ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈ ગ્રામસભા પણ કરવામાં આવતી નથી.
જેને સ્થાનિકોએ રોષે ભરાયા છે. અને પંચાયત કચેરીના દરવાજે તલાટી ચાર માસથી ખોવાયેલા હોવાના લેબલ લગાડેલા ફોટા સોસીયલ મીડીયામાં વારયલ કરી તંત્રનું ધ્યાન દોરવા માટેના પ્રયાસો કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તે જરૂરી છે. સોસીયલ મીડીયામાં ફોટા વાયરલ થતા ગુલ્લેબાજ તલાટીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.
અધિકારીઅોના ચલાલીમાં ધામા
ચલાલી પંચાયત કચેરીના દરવાજા પર 4 માસથી તલાટી ખોવાયા હોવાના લેબલ વાગ્યાના ફોટા સોસીયલ મીડીયામાં વાયરલ થતા કાલોલ તાલુકા પંચાયતમાંથી અધિકારીની ટીમ ચલાલી અાવી પહોચી અને તપાસ માટે તલાટીને ફોન કરાતા તલાટીનો ફોન બંધ હોવાનું જાણવા મળ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.