પોલીસે રેસ્કયૂ કરી બચાવ્યા:મંડપનું કાપડ ધોવા ગયા ને નદીનું જળ સ્તર વધતાં 4 બાળકો સહિત 10 ફસાયાં

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે રેસક્યું કરીને તમામને સલામત રીતે બહાર કાઢ્યા હતાં. - Divya Bhaskar
પોલીસે રેસક્યું કરીને તમામને સલામત રીતે બહાર કાઢ્યા હતાં.
  • પાણી છોડવાના નિર્ણય બાદ કાંઠા વિસ્તારના 7 ગામને સાવધ રહેવા સૂચના આપી હતી
  • પાણી છોડવાનું બંધ કરીને રાજ્ય મંત્રીના બોડીગાર્ડ -પોલીસે રેસ્કયૂ કરીને 10 ને બચાવ્યા

મોરવા(હ) તાલુકાના હડફ ડેમમાંથી 2312 કયુસેક પાણી હફડ નદીમાં છોડવાને લઇને ડેમ ઓથોરીટી દ્વારા આસપાસના 7ગામના સરપંચો તથા ગ્રામજનોને નદી વિસ્તારમાં ન જવા એલર્ટ કર્યા હતા. ડેમમાંથી 2312 કયુેસેક પાણી છોડતાં હડફ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. એલર્ટ કરવા છતાં મોરવા(હ)ના મોરવા હડફ ગામ પાસેની નદીમાં મંડપનું કાપડ ધોવા 4 બાળકો સહીત 10 લોકો નદીમાં ઉતર્યા હતા.

પાણીનું સ્તર વધતા નદીમાં 10 લોકો પાણીના વહેણમાં ફસાયા હતા
તે દરમ્યાન અચાનક નદીના પાણીનું સ્તર વધતા નદીમાં ઉતરેલા 10 લોકો પાણીના વહેણમાં ફસાયા હતા. નદીના પાણીના વહેણમાં લોકો ફસાતા કિનારા પર લોકોના ટોળાં ઉમટી પડયા હતા. મોરવા(હ)ના ધારાસભ્ય અને મંત્રી નિમીષાબેન સુથાર અને પોલીસ સ્ટાફ નદી કીનારે પહોચ્યા હતા. તાત્કાલીક ડેમના ગેટ બંધ કરીને પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ તથા મંત્રીના બોડીગાર્ડ દ્વારા રેકસ્યુ કરીને 4 બાળકો સહિત 10ને હેમખેમ બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...