માર્ગ સલામતી સપ્તાહ:શહેરા પોલીસે વાહનચાલકોને ટ્રાફિક જાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું; સલામતિથી વાહન ચલાવવા અનુરોધ

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમના ભાગરુપે રસ્તે જતા વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમો સમજાવીને પત્રિકાનું વિતરણ કરવામા આવ્યુ હતુ. સાથે બાઈક સહિતના વાહનો પર રિફલેકટર પણ લગાવામા આવ્યા હતા.

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
હાલમા સમગ્ર જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પોલીસ વિભાગ દ્વારા કરવામા આવી રહી છે. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામા આવી રહ્યાં છે. શહેરામાંથી પસાર થતાં હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ખાતે શહેરા પોલીસ અને ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા રસ્તે જતા-આવતા મુસાફરોને ટ્રાફિક જાગૃતિના નિયમોની લેખિત પત્રિકાનું વિતરણ કરવામા આવ્યું હતું. સાથે સાથે બાઈક અને વાહનો પર રિફલેકટર પટ્ટી લગાડવામા આવ્યા હતી, જેનાથી અકસ્માત નિવારી શકાય છે. પોલીસ ઉતરાયણના તહેવારને લઈને પણ વાહનચાલકોને સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...