ભાસ્કર વિશેષ:રોજગારી માટે ગયેલા 50,000ને મતદાન કરાવાનો પડકાર

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘંબા, મોરવા(હ) તથા જાંબુઘોડા તાલુકામાંથી વધુ લોકો જિલ્લા બહાર
  • અન્ય જિલ્લાના 25 હજાર મતદારોનો પંચમહાલમાં વસવાટ: મતદારોને મતદાન માટે અન્ય જિલ્લામાં જાણ કરી

પંચમહાલ જિલ્લામાંથી રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં સ્થાનિક લોકો જાય છે. અાગામી વિધાનસભા-2022ની ચુંટણી પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભાની ચુંટણીનું મતદાન તા. 5 ડીસેમ્બરે યોજાવાની છે. પંચમહાલ જિલ્લા ચૂંટણી પંચે જિલ્લામાથી વધુ ને વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે માટે જાગૃતિ લાવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાંથી 50 હજાર જેટલા લોકો રોજગારી કરવા જિલ્લા બહાર ગયા છે. જયારે 25 હજાર જેટલો લોકો અન્ય જિલ્લામાં આવીને રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં મોટા રોજગારીના સાધનો ન હોવાથી મોટા ભાગના લોકો મજુરી કામ કરવા જિલ્લા બહાર જાય છે. બહાર વસતા લોકોમાં સાૈરાષ્ટ્ર, અમદાવાદ, સૂરત સહિતના શહેરોમાં કામ કરવા વસવાટ કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં મોટા ભાગના બહાર વસવાટ કરતાં લોકોમાંથી ઘોઘંબા, જાંબુઘોડા અને મોરવા(હ) તાલુકાના લોકો હોય છે. આવા લોકોને મતદાન કરાવવા ચુંટણી અાયોગ સક્રીય બન્યું છે. જિલ્લાની લેબર ઓફીસ માંથી અન્ય જિલ્લાની લેબર ઓફીસમાં જાણકરીને પંચમહાલ જિલ્લાના લોકોને મતદાન કરવા જિલ્લામાં આવવા પ્રોત્સાહીત કરવા જણાવ્યું છે.

આમ તો જિલ્લા પંચાયત કે સરપંચની સ્થાનીક ચુંટણીઓમાં સ્થાનીક ઉમેદવાર પોતાના ખર્ચે બહાર રોજગારી કરવા લોકોને લાવીને મતદાન કરાવતા હોય છે. પણ વિધાનસભા ચુંટણીમાં આવા મતદારો મતદાનનો ઉપયોગ કરતા નથી. જેથી જિલ્લા ચૂંટણી પંચે રોજગારી કરવા ગયેલા 50 હજાર જેટલા મતદારોને મતદાન કરવા લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

મતદાન કરવા જાય તો વેતનના નાણાં નહિ કાપવા જણાવાયું
પંચમહાલ જિલ્લામાં હાલોલ અને કાલોલ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં અન્ય જિલ્લા બહારના લોકો રોજગારી મેળવવા માટે આવતાં હોય છે. પંચમહાલ જિલ્લા લેબર અોફિસરના જણાવ્યા મુજબ અન્ય જિલ્લામાંથી 25 હજાર જેટલા લોકો પંચમહાલ જિલ્લામાં વસવાટ કરી રહ્યાં છે.

આવા જિલ્લા બહારના મતદારોને મતદાનના દિવસે મતદાન કરવા જવા માટે જે જગ્યાએ રોજગારી કરતા હોય તે રોજગાર એકમોના સંચાલકો સાથે મીટીંગ કરવામાં આવશે અને તેઓને મતદાન કરવા જવા દેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. રોજદાર એકમોના સંચાલકોને મતદાનના દિવસના તેઓના વેતનના નાણાં નહિ કાપવાનુ પણ જણાવવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...