ફરિયાદ:શક્તિપુરા પાસેની કેનાલમાંથી પરિણીતા-યુવકનો મૃતદેહ મળ્યો

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ પ્રેમ સંબંધે કેનાલમાં ઝપલાવ્યું હોવાની આશંકા
  • પરિણીતાને યુવક ભગાડીને ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી

કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં રહેતા દિલીપભાઈ સબુરભાઇ પરમારના મોટા પુત્રના લગ્ન 14 મેના રોજ રાખ્યા હતા. લગ્ન પ્રસંગમાં આવવા ત્રણ મહિના પહેલા બેઢીયા ગામે પરણેલી સ્નેહલને પણ કંકોત્રી લખી હતી. તા.14 મીએ સ્નેહલ શામળદેવી ગામે લગ્ન પ્રસંગે આવી હતી. દિલીપભાઈના મોટા પુત્રના લગ્ન પૂર્ણ થતાં જ તેમનો નાનો પુત્ર યોગેશ તેમજ રાજેન્દ્રભાઈની બેઢીયા પરણાવેલી પુત્રી સ્નેહલ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને લઈને બંને પ્રેમી પંખીડાઓ 15 મેના રોજ ઘર છોડી નાસી ગયા હતા.

જોકે આ અંગે બંન્નેના પરિવાર વચ્ચે બોલાચાલી થતા યોગેશના પિતાએ સ્નેહલના પિતા સહિત ચાર સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ 18 મે ના રોજ શક્તિપુરા નર્મદા કેનાલના ગેટ પરની બંનેના મૃતદેહ મળી આવતાં કાલોલ પોલીસને જાણ થતાં કાલોલ પોલીસ તાત્કાલિક કેનાલ પર પહોંચી ગઈ હતી.

પોલીસે સૌ પ્રથમ તરવૈયા ને બોલાવી બંને મૃતદેહને બહાર કાઢી હતી. મહિલા અને યુવાનની ઓળખ છતી થતાં કાલોલ તાલુકાના શામળદેવી ગામ ના દિલીપભાઈ નો પુત્ર યોગેશ તેમજ તેની સાથે નાસી ગયેલી પરણીતા સ્નેહલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બે ત્રણ દિવસ પહેલા જ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આમ બંને પ્રેમી પંખીડાઓની શક્તિપુરા કેનાલમાંથી બોડી મળી આવતા શામળદેવી ગામના તથા તેમના સગા સ્નેહીઓ નર્મદા કેનાલે દોડી ગયા હતા. લગ્ન ન થતાં બંને પ્રેમીપખીડાઓ કેનાલ માં મોત ની છલાંગ લગાવી હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...