પંચમહાલ જિલ્લા માં 15 માં નાણાપંચ દ્વારા 10 ટકા ગ્રાન્ટમાંથી પ્રા. શાળાઅોમા RO પ્લાન્ટ માટે મંજૂર કર્યા છે. જેમાં શહેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઅોમાં નાયબ ડીડીઓ તથા ટેકનીકલ કર્મચારી સાથે રાખીને ફીટ કરેલા RO પ્લાન્ટની ચકાસણી કરી છે. શાળઅોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂા.1.25 લાખના RO પ્લાન્ટ ફીટ કર્યા બાદ બીલ મંજુર કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે અાવ્યા હતા.
બિલ મંજુર કરતા પહેલા ટીમ દ્વારા શાળાઅોમાં ચકાસણી કરતાં સ્વચ્છ પાણી અાપતા મશીનમાં પણ ભ્રષ્ટાચાર દેખવા મળ્યો હતો. ઉમરપુર, પસનાલ, ધરોલા, નવાગામ, બોડીદ્રાખુર્દ, ડોલનના મુવાડા, જા.બા.ના મુવાડા, ધારાપુર, ખટકપુર, છોગાળા, મોર, સગરાડા, નાંદરવા, ધાંધલપુર, સદનપુર તથા ગાંગડીયા પ્રાથમીક શાળાઅોમાં ફીટ કરેલા RO પ્લાન્ટની તપાસ ટેકનીકલ કર્મચારી સાથે નાયબ ડીડીઓ અે કરી હતી.
તપાસ કરતાં જિલ્લા પંચાયતમાં અાવેલા બિલમાં RO પ્લાન્ટ મશીન orix aqua કંપનીના સ્થાને infi control ના RO મશીન ફીટ કરેલા મળી અાવ્યા હતા. તેમજ જીઇઅેમ સ્પેસીફીકેશનમાં જણાવ્યા મુજબના સ્પેફીકેશનની વિંસંગતા જણાઇ અાવી હતી. અારઅો મશીનના બીલનું પેમેન્ટ રોકીને અાગળની કાર્યવાહી કરવા શહેરા ટીડીઓને નોટીસ ફટકારી છે. કોન્ટ્રાકટર દ્વારા બીલમાં સારી કંપનીના અારઅો મશીન બતાવીને ચાલુ ફીટ કર્યા હતાં.
RO મશીનના બિલના પેમેન્ટ રોકી દીધા
શહેરા તાલુકાની શાળાઅોમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં RO મશીનના બિલ અાવતા શાળાઅોમાં તપાસ કરતાં વિસંગતા જોવાતા ગંભિર બાબત લાગતાં RO મશીનના બિલનું પેમેન્ટ રોકી દેવામાં અાવ્યું છે. સાથે ખુલાસા કરતી નોટીસ શહેરા ટીડીઅોને અાપવામંા અાવી છે. સાથે બીજી પણ કાર્યવાહી કરીશું. - અેચ.ટી. મકવાણા, નાયબ ડીડીઅો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.