નિરાધારને આધાર:માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ચાર દીકરીઓની માસી, માતા બની

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાનું ટીબીની બીમારીથી તથા માતાનું સ્ટવ ફાટતા મોત નિપજ્યું હતું

ગોધરા શહેરમાં નિરાધાર બનેલી 4 દીકરીઓની કહાની સાંભળીને આંખમાં ઝણઝણીયા આવી જાય તેવી છે. રમવાની ઉંમરે આ ચારે દીકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ અને નિરાધાર દીકરીઓની વહારે સગી માસી આવી અને પોતાના 3 સંતાનો હોવા છતાં બેનનું અવસાન થતા તેની 4 દીકરીઓને પોતાના સંતાનોની જેમ ઉછેર કરે છે. નિરાધારને આધાર આપીને માનવતાનો દાખલો બેસાાડવમાં આવ્યો છે.

ગોધરાના બહારપુરા વિસ્તારમાં અાવેલ રામજી મંદિર પાસે રહેતી એક માંની કોખે જન્મ લીધેલ 4 સગી બહેનોનું જાણે નસીબ વાંકુ હોય તેમ 3 વર્ષના ગાળામાં માતા અને પિતાની છત્ર છાયા ગુમાવી હતી. વર્ષ 2016માં પિતા સોલંકી સંજયભાઈ કાંતિભાઈનું ટીબીની બીમારીને કારણે અવસાન થયુ હતુ.

પિતા ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી ન હતી ત્યાં તો 2019માં રસોડામાં સ્ટવ ફાટતા માતા કપિલાબેન સોલંકી ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન અવસાન થતા 4 દિકરીઅો મહર્ષિ સોલંકી, અહીતી સોલંકી, મહેક સોલંકી તથા ભાવિક સોલંકી ઉપર અાભ તૂટી પડ્યું હોય તેમ 4 બહેનોઅે માતા પિતાને ગુમાવ્યા બાદ અનાથ અને નિરાધાર થઈ જવા પામેલ હતી. હવે આપનું કોણ તેવા વિચારો અને મુશ્કેલીઓમાં જીવન પસાર કરવાના વિચારો સાથે 4 બેહનો દિવસો વિતાવતી હતી.

ત્યારે તેની સગી માસી રમીલાબેન સોલંકીને 3 સંતાન હોવા છતા દૂત બનીને નિરાધાર બનેલી 4 દિકરીઅોને પોતાના ઘરે લઈ ગયા હતા. પોતાના સંતાનો સાથે આ અનાથ ચાર દીકરીઓની પણ માતા બનીને ખુબજ ધ્યાન રાખીને ઉછેર કરી રહ્યા છે. સમાજમાં એક માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે .

ચારે દીકરીઅો મને મા કહીને બોલાવે છે, માની જેમજ ઉછેરી છે
4 અનાથ દીકરીઓમાં સૌથી મોટી દીકરીના લગ્ન થઈ જવા પામેલ છે. જયારે બીજી 3 દીકરીઓ હાલમાં અભ્યાસ કરી રહી છે. જેનું અમો પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. મે ક્યારેય પણ તેમના માતા પિતા નથી તેવો એહસાસ થવા નથી દીધો સગા સંતાનોની જેમ તેમનો હું ઉછેર કરી રહી છું. જીવનભર કરતી રહીશ. તથા ચારેય દિકરીઅો મને મા કહીને બોલાવે છે. - રમીલાબેન સોલંકી, અાનથ દિકરીઅોની માસી

અન્ય સમાચારો પણ છે...