તપાસ:મુસ્લિમ આગેવાન પર હૂમલો કરનારા ભુર્ગભમાં ઉતરી ગયા

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરામાં આગેવાનોના ઘર પર પથ્થરમારો કર્યો હતો : કલમમાં ઉમેરો

ગોધરામાં રહેતા ઇકબાલ પાયા નામના યુવકના મોંતને લઇને ટોળાઅે મુસ્લીમ સમાજના અાગેવાનોના ધર પર પથ્થરમારો કરીને ગોધરાના પોલન બજાર ખાતે અાવેલ કેસરી અોટો ગેરેજ પર 10 થી વધારે બાઇકો સાથે ટોળું પહોચ્યું હતું.

જેમા બિલાલ યાકુબ બક્કર, સિકંદર ઇશાક બેલી, રફીક ઇબ્રાહીમ હસુ કડીયા ઉર્ફ રફીક ચમડો, ઇમરાન મંહમદ હનીફ જર્દા, જાફર બિલાલ ડમરી, ઇરશાદ બિલાલ ડમરી, શકીલ અશરફ ભડંગ, ઓવેશ આરીફ ભોચું, ફરહાન રફીક હસુ કડીયા ઉર્ફ ચમડો, રમીઝ રમજાની મીઠા, યામીન સુલેમાન પીર ઉર્ફ ટાઇગર, બિલાલ તૈયબ અસ્લાનાઅોઅે સમાજના અાગેવાન ફારૂક ભાઇ કેસરીને દુકાનમાંથી બહાર ખેંચીને ફારૂકભાઇને ધકકો મારીને નીચે પાડી દઇને માર મારતાં ફારૂકભાઇને ઇજાઅો થઇ હતી.

અા અંગે ફેસલ ફારૂક કેસરીઅે ગોધરા શહેર બી ડીવિઝન પોલસ મથકે રૂા 21 હજારની લુટ સાથે નામ જોગ 12 વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગોધરાના મુસ્લીમ સમાજના અાગેવાનો તથા સુરા કમિટી દ્વારા જિલ્લા પોલીસવડાને માથાભારે ઇસમો સામે કડક પંગલા ભરવાની માંગ કરી હતી. પોલીસે દ્વારા નોધાયેલી ફરીયાદમાં 120 બી અને 307 કલમનો ઉમેરો કરીને તપાસ હાથ ધરી હતી. જયારે સમાજના અાગેવાન પર હુમલો કરનાર ઇસમો અજ્ઞાન સ્થળે છુપાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...