ભાસ્કર વિશેષ:કલાકારે ઘઉની સળીમાંથી પ્રતિકૃતિ તૈયાર કરી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન , પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સહિતને પ્રતિકૃતિની ભેટ આપી
  • ગોધરાના કલાકારે અનેક એક્ઝિબ િશનમાં ભાગ લીધો

ગોધરા શહેરમાં રહેતો અને મુળ ડાકોરનો અનવર ભાઈ મામજી વર્ષ 2002 બાદ 5 ભાઈ બહેન સાથે કુલ 8 વ્યક્તિઓના પરિવાર સાથે રહે છે. છેલ્લા 20 વર્ષથી ઘઉંની સળીઓથી કપડાં કે કાગળ ઉપર કલાત્મક પ્રતિકૃતિઓ બનાવીને બજારમાં વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને તેમણે તૈયાર કરેલ પ્રતિકૃતિઅો તથા વિવિધ મોડલ સાથે સુરત, અમદાવાદ, અજમેર અને રાજ્ય અનેક ભાગોમાં એક્ઝિબિશનમાં ભાગો પણ લીધા છે.

તેમણે તૈયાર કરેલ વિવિધ પ્રતિકૃતિઅોને દેશની પ્રતિષ્ઠીત વ્યક્તિઅો જેમા હાલના દેશના વડા પ્રધાન નરેન્દભાઈ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, યુસુફ પઠાણ સહિતનાઅોને કલાકૃતિઓની ભેટ પણ આપી ચુક્યા છે. સાથે સાથે ફિલ્મ જગતની નામાંકિત હસ્તીઓની તસ્વીર પણ બનાવી ચુક્યા છે. અને પોતાની પ્રતિભા દુનિયા સામે મુકવા તેમને ચાંપાનેર ખાતે દુકાન માટે માંગણી કરી હોવાનું જણાવે છે. સાથે તેઅોને યોગ્ય દિશા કે માર્ગદર્શન મળે તેવી અાશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...