• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • The 13th National Voter's Day Will Be Celebrated At BRGF Bhawan, Godhra, With The Theme 'There Is Nothing Special About Voting, I Will Definitely Vote'.

13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી:ગોધરાના BRGF ભવન ખાતે 'મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ' થીમ આધારીત કાર્યક્રમની ઉજવણી કરાઈ

પંચમહાલ (ગોધરા)4 દિવસ પહેલા

ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે દેશમાં 13માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગોધરા શહેરના BRGF ભવન હોલ ખાતે કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા તેમજ વિધાનસભા મતવિભાગના શ્રેષ્ઠ સુપરવાઈઝર અને બુથ લેવલ ઓફિસરનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા જિલ્લાના વયોવૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું, તો મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા નોંધાયેલા મતદારોને EPIC કાર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મતદારોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રભાવના સાથે લોકશાહીને મજબૂત કરવા માટે જે કર્મવીરોએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું તે સરાહનીય છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા,સર્વ પ્રાંત અધિકારીઓ, ચૂંટણી દરમિયાન રોકાયેલ અધિકારીઓ/કર્મચારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને યુવા મતદારો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...