કામગીરી:ગોધરા સિવિલમાં ઇન્સ્પેકશન પહેલાં જ હંગામી તબીબોના ધામા; 210 બેડ વધારીને 360 કરાયાં

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી મળશે તો ગોધરામાં મેડિકલ કોલેજ તથા હોસ્ટેલ હંગામી ધોરણે એન્જિનિયરિંગ કોલેજમાં શરૂ કરવામાં આવશે
  • 35 કરાર આધારિત​​​​​​​ સિનિયર રેસિડેન્ટ તબીબો લીધા

2017માં ગોધરામાં 325 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત બાદ હજુ પણ સ્થળ નક્કી થઇ શક્યુ નથી. ત્યાં ગોધરા સિવિલમાં આગામી બેદિવસમાં થનારા ઇન્સપેકશનના પગલે ઉછીના તબીબો અને સ્ટાફને ખડકી દેવામાં આવ્યો છે. જેમાં અગાઉ સિવિલમાં વર્ગ1 અને 2ના 28 તબીબો સામે હાલમાં 89 તબીબો કરી દેવાયા છે અને સ્ટાફ નર્સ પણ 71ની જગ્યાએ 175ની ભરતી કરવામાં આવી છે. જોકે દિલ્હીથી આવનારી ટીમના ઇન્સપેકશન બાદ જ ગોધરામાં મેડિકલ કોલેજનું ભવિષ્ય ખબર પડે. ગોધરામાં મેડીકલ કોલેજ બનાવવામાં ગોધરા સિવિલ હોસ્પીટલને અપગ્રેડ કરવામાં આવી છે.

સિવિલમાં પહેલા 210 બેડ હતા તેને વધારીને 360 બેડ કર્યા હતાં. મેડીકલ કોલેજની મંજુરી માટે દિલ્લીની મેડીકલ ટીમે બે વખતે ઇન્સપેકશન કર્યા બાદ ત્રુટીઅો જોવા મળતાં મેડીકલ કોલેજની મંજુરી મળી નથી. હવે દિલ્હીની ટીમ અંતિમ વખતે બે કે ત્રણ દિવસમાં ઇન્સ્પેકશન કરવા અાવનાર છે. ત્યારે બતાવેલી ત્રુટીઅોમાં હોસ્ટેલની સુવિધા તથા જરૂરી તબિબ શિક્ષકોની ભરતી કરવાની તૈયારી કરી દીધી છે. સિવિલ હોસ્પીટલમાં અગાઉ 28 તબિબો હતા. તેને વધારવા અન્ય મેડીકલ કોલેજમાંથી ઉછીના 57 તબીબ શિક્ષક લેવા પડયા છે.

હવે મેડીકલ કોલેજની મંજુરી માટે સર્વે કરવા મેડીકલ ટીમ દિલ્હીથી આવવાની હોવાથી ઉછીના લીધેલા વડોદરા- ગોત્રી, ગાંધીનગર તથા અમદાવાદ- સોલા ખાતેની મેડીકલ કોલેજોના 57 તબીબ શિક્ષકો હાજર થયા છે. તેઓની બદલી ઇન્સ્પેકશન હોવાથી હંગામી ધોરણે કરવામાં આવી છે. જયારે કરાર આધારિત સીનીયર રેસીડેન્ટ 32 કર્મીઅોની ભરતી કરવામાં અાવી છે.

ઇન્સ્પેકશન પહેલા મેડીકલ કોલેજ માટેના તબિબ શિક્ષકોની ભરતી તથા છબનપુર ખાતેના હંગામી મેડીકલ કોલેજમાં લેબોરેટરી સાથે હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં અાવી છે. અાગામી દિવસમાં દિલ્હીથી ટીમ, મેડીકલ કોલેજની માન્યતા માટેની સુવિધાઅો, સ્ટાફ, હોસ્ટેલ સહીતનું ઇન્સ્પેકશન કરીને કોઇ ત્રુટી જોવા નહી મળે તો ગોધરા મેડીકલ કોલેજની મંજુરી અાપશે. તો અાગામી નીટના પરીણામ બાદ મેડીકલ કોલેજ છબનપુર ખાતે પ્રથમ વર્ષના વર્ગો ચાલુ કરવામાં અાવશે.

તબીબ શિક્ષકો સહીતના સ્ટાફની ભરતી કરાઇ

હોદ્દોઅગાઉની સુવિધાનવીન સુવિધા
તબીબો (વર્ગ 1-2)2889
સ્ટાફ નર્સ71175
વર્ગ 4 નો સ્ટાફ70150
બેડ210360

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...