ટેન્કર પલટતા અફરાતફરી:દહેજથી એલપીજી ભરીને મધ્યપ્રદેશ જઈ રહેલુ ટેન્કર પલટ્યું: 18 ટનના ટેન્કરને ઉભું કરવા 4 ક્રેનની મદદ લેવાઈ, છતાં ટેન્કર જેમનું તેમ

પંચમહાલ (ગોધરા)22 દિવસ પહેલા

દહેજથી એલપીજી ભરેલી ટેન્કર મધ્યપ્રદેશ જવા માટે નીકળી હતી. ત્યારે આજરોજ વહેલી પરોઢે ગોધરાની બાયપાસ હાઈવે પાસે આવેલા પરવડી ચોકડી પાસે 18 ટન એલપીજી ગેસ ભરેલી ટેન્કર પલ્ટી મારતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ હાલ કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી. બનાવની જાન ગોધરા ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક પોલીસ આઈઓસીની ટીમ ઇન્ડિયન ગેસ સહિતની ટીમનો 50 જેટલો સ્ટાફ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

એલપીજી ભરેલા 18 ટન ગેસને ઊંચું કરવા માટે ચાર ક્રેનની મદદ લેવામાં આવી છે. પરંતુ ટેન્કર ઊંચું કરવું જોખમી હોવાના કારણે હાલ ટેન્કર તેની તે જગ્યાએ જ પડી રહેલું છે. એલપીજી ભરેલા 12 ટન ટેન્કરમાં 18 ટન ગેસ ભરેલો છે. જો સંજોગવશ ટેન્કર ભરેલા ગેસમાં લીકેજ થાય તો 10 કિમી વિસ્તારના લોકોને અસર થઈ શકે છે. માટે હાલ તો કોઈ પણ પ્રકારનો જોખમ લેવા માટે કોઈ તૈયાર નથી. અમદાવાદથી ટીમ આવ્યા બાદ જ ટેન્કરને ઉઠાવવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...