સતાનો સંગ્રામ:શહેરા બેઠક પર 'આપ'માંથી તખતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ, સર્મથકો સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યુ હતું. તાલુકા સેવાસદન ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. જેમા ઉમેદવાર સમર્થકો તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકરો ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે બીજા તબ્બકામાં પાંચમી તારીખે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. કાલોલ અને ગોધરામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરૂઆત થઈ છે. ત્યારે શહેરામાં આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી દ્વારા જંગી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે વાહનમાં શહેરા સેવાસદન ખાતે પહોચ્યા હતા અને ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ. તેમની સાથે મોટી સંખ્યામા આપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...