'સ્વચ્છ ભારત 2.0':ગોધરામાં લો કોલેજ અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કરાઈ; શહેરને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું લક્ષ્ય ધારણ કર્યું

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ખાતે નહેરુ યુવા કેન્દ્રના સયુંકત ઉપક્રમે સ્વચ્છ ભારત 2.0 સિંગલ યુઝ પ્લાસ્ટિક અવરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નહેરુ યુવા કેન્દ્રમાંથી સંયોજક વ્રજ શાહ, હર્ષ મહેતા ABVP, ગોધરાનગર સહમંત્રી પાર્થ પંડ્યા, અને પાર્થ સોની (નગર સોશિયલ મીડિયા સહ સંયોજક ABVP) ઉપસ્થિત રહ્યાં હતાં.

લો કોલેજ ગોધરાના આચાર્ય ડૉ.અપૂર્વ પાઠક, NSS યુનિટના પ્રો-ઓફિસર ડૉ.સતીષ નાગર, અધ્યાપક ડૉ.અમિત મહેતા, ડૉ કૃપાબેન જયસ્વાલ, તથા ડૉ.અર્ચના યાદવ, અને NSS યુનિટના સ્વયં સેવકો જોડાયા હતાં. આ કાર્યકમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સ્વચ્છ ભારત અભિયાનનો ધ્યેય સાર્થક કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વધુ માહિતી આપતા લો કોલેજ ગોધરાના આચાર્ય ડૉ.અપૂર્વ પાઠકે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન “સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0"નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું ધાર્યું છે.

મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય 'સ્યૂએજ અને સેપ્ટિક વ્યવસ્થાપનમાં સુધારો, આપણા શહેરોને જળ-સલામત શહેરો બનાવવા અને આપણી નદીઓમાં ક્યાંય પણ સ્યૂએજ ડ્રેઇન ના હોય તે સુનિશ્ચિત કરવાનું' રહેશે. સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની સફરમાં દેશનું એક મિશન છે, એક આદર છે, એક સન્માન છે, એક મહત્વાકાંક્ષા છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યે અજોડ પ્રેમ પણ છે. બાબાસાહેબ આંબેડકર શહેરી વિકાસને અસમાનતા દૂર કરવાનું એક મોટું માધ્યમ માનતા હતા. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબાસાહેબના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

સફાઇ એ દરેક વ્યક્તિ, દરેક દિવસ, દરેક પખવાડિયા, દરેક વર્ષ, પેઢી દર પેઢી માટે એક મોટું અભિયાન છે. સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે. 2014માં, માત્ર 20 ટકા કરતાં ઓછા કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે લગભગ 70 ટકા દૈનિક કચરાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. હવે, આપણે તેને 100% સુધી લઇ જવાનું છે. અંતે બધા સ્વયં સેવકો અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા

અન્ય સમાચારો પણ છે...