તપાસ:ગોધરાના દરૂણીયા ગામે બે ગાયના શંકાસ્પદ મોત

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેકસપાઇરીડેટવાળી ચોકલેટ ખાતાં મૃત્યુનું અનુમાન
  • ગાયો જીઆઇડીસીની પાછળના ભાગે ચરતી હતી

હાલ રાજયમાં પશુઅોમાં લમ્પી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. ત્યારે ગોધરા તાલુકાના દરુણીયા ગામના ચારણ ફળીયામાં રહેતાં પશુપાલકની ગાયો ચરાવવા સવારે નીકળી હતી. ગાયો ગોધરા જીઅાઇડીસીની પાછળ અાવેલા મેદાનમાં ચરીને ચારણ ફળીયામાં પાછી ફરી હતી. ચરીને અાવેલી ગાયોની તબિયત લથડતાં પશુપાલક ગભરાઇ ગયો હતો. ગાયોને હાફ ચઢીને ઉલટીઅો તથા ઝાડાં કરવા લાગી હતી. જેમાંથી બે ગાયોના મોંત થયા હતા. જયારે બીજી ગાયઅોને ઝાડા થયા હતા. બનાવની જાણ પશુચિકીત્સકને થતાં તેઅો દરુણીયા ગામે પહોચ્યા હતા.

જયાં તપાસ કરતાં બે ગાયો મૃત્યુ પામી હતી. જયારે અન્ય ગાયોને દવા અાપીને સારવાર કરી હતી. જયારે પશુપાલકે અાક્ષેપ કર્યો કે ગાયો જીઅાઇડીસીની પાછળના ભાગે ચરતી હતી. તે વખતે ખુલ્લામાં અેકસપ્રાઇરી ડેટ વાળી ચોકલેટો ગાયોઅે ખાધી હતી. જેથી તેઅોની તબિયત લથડતાં બે ગાયોના મોત થયા હોવાનુ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...