હુમલાખોરોની ધરપકડ કરવા આવેદન:પંચમહાલમાં સુજલ મયાત્રા ધરણાં પ્રદર્શન સ્થળે પહોંચ્યા; આદિવાસી સમાજને કાર્યવાહી હાથ ધરવાની હૈયા ધારણા આપી

પંચમહાલ (ગોધરા)6 દિવસ પહેલા

ગોધરા ખાતે કલેક્ટર કચેરી બહાર ભૂરખલના આદિવાસી સમાજના પતિ-પત્ની ઉપર કરાયેલા જીવલેણ હુમલા સંદર્ભમાં આદિવાસી સમુદાય દ્વારા સોમવારની બપોરથી ધરણાં શરૂ કરાયા છે. કલેક્ટર હવે પ્રદર્શન સ્થળે આવીને આવેદનપત્ર સ્વીકારીને આદિવાસી સમાજને ન્યાય આપો અને લાગણીઓ સાથે શરૂ થયેલા આ વાટાઘાટોનું અંત લાવો એવી સૌની માગ છે.

કાર્યવાહી હાથ ધરવાની હૈયા ધારણાઓ આપી
પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા ખેલદિલી પૂર્વક સમાહર્તા બનીને સામે ચાલીને સત્યાગ્રહ છાવણી ખાતે રૂબરૂમાં પહોંચી જઈને આજે સમાજના એક્ટીવીસ્ટ પ્રવીણ પારગી પાસેથી સમાજની વેદનાઓ વ્યક્ત કરતું આવેદનપત્ર સ્વીકાર્યુ હતું. જો કે આદિવાસી સમુદાયની એકજ માગ છે કે હુમલાખોરોને વહેલી તકે પકડો અને અમોને રક્ષણ આપોની વેદનાઓ વ્યક્ત કરતું આવેદનપત્ર સ્વીકાર્યું હતુ. ત્યારબાદ સુજલ મયાત્રાએ ગોધરાના ડી.વાય.એસ.પી. પરાક્રમસિંહ રાઠોડ પાસેથી હુમલા સંદર્ભની લીધેલી હકીકતોમાં અત્યાર સુધી 4 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. ફરાર અજાણ્યા હુમલાખોરોની શોધખોળ ચાલુ હોવાની વિગતો એકત્ર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની હૈયા ધારણાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...