સમગ્ર દેશમાં ઉતરાયણ પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે સામાન્ય રીતે ઉત્તરાયણ પર્વના દિવસે લોકો પોતાના પરિવારના સભ્યો સાથે વહેલી પરોઢે પોતાના મકાનના ધાબા ઉપર ચઢીને પતંગ ચગાવીને આનંદ લેતા હોય છે. સાથે પોતાના પરિવાર સાથે તલ સાંકળી ખાઈને ઉતરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે.
ગોધરા શહેરના આવેલી શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉતરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં પોતાના પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવાને બદલે ગોધરા શહેરમાં આવેલી ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા વિદ્યાલયમાં 100થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જેમાં દરેક બાળકોને પતંગ દોરીનું વિતરણ કર્યું હતું સાથે ગરબા અને સ્વરૂચી ભોજન કરીને પતંગ ચગાવી પર્વની ઉજવણી કરી હતી. દિવ્યાંગ બાળકોને દોરી-પતંગ મળતા તેમનામાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
સામાન્ય રીતે તહેવારો લોકો પોતાના ઘર અને પરિવારના સભ્યો સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ એવા કેટલા લોકો હોય છે જે પોતાના ઘર પરિવારથી દૂર રહેતા હોય છે અને તહેવારોની ઉજવણી કરી શકતા નથી. ત્યારે એવા જ દિવ્યાંગ મૂક બધિર બાળકો પોતાના પરિવારથી દૂર રહી શાળામાં શિક્ષણ લેવા માટે ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.
આવા મુક બધીર દિવ્યાંગ બાળકો તહેવારોની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી શકતા નથી. ત્યારે ગોધરા શહેરના શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની અનોખી પહેલ જોવા મળી હતી. જેમાં કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતે પોતાના પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવાના બદલે ગોધરા શહેરમાં આવેલી ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા સ્કૂલમાં અભ્યાસ કરતા 100થી વધારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.