ગોધરામાં ઇનોવેશન ક્લબનું આયોજન:વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા; ઇનોવેશન ટ્રેનર દ્વારા માહિતી અપાઈ

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે ઇનોવેશન કલબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદાના વિદ્યાર્થી જોડાયા હતા તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના વિનયન, વાણીજ્ય વિજ્ઞાન, બી.એડ અને લો વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમાં ઇનોવેશન ક્લબનું ગઠન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે તૈયાર કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા લો કોલેજ ગોધરા ઇનોવેશન ક્લબનું ગઠન કરવામાં આવ્યું છે.

ગોધરા લો કોલેજ દ્વારા ઇનોવેશન ક્લબના એક ઉમદા કાર્ય અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ શાખાઓને લઈને જેમકે વાણિજ્ય વિજ્ઞાન, લો, ગ્રામ વિદ્યાપીઠો આ બધી શાખાઓને જોડીને વિદ્યાર્થીઓને લગતી ઇનોવેશનની પ્રવૃત્તિઓ ડેવલોપ થાય તે માટે લો કોલેજ ગોધરામાં ઇનોવેશન કલબનું ગઠન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કચેરીમાંથી ટ્રેનર પણ બોલાવવામાં આવ્યા છે. જે ચાર દિવસ ટ્રેનિંગ આપશે જેમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાના વ્યવહારની અંદર અલગ અલગ સુખ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક ઇનોવેશન ક્લબ બનાવવામાં આવેલું છે. વિદ્યાર્થીઓમાં આવી બધી પ્રવૃત્તિઓ જેમ કે નોન ટેકનિકલ હોવા છતાં પણ ટેકનિકલ વસ્તુ જાણે તે માટે તેની સમજણ આપવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ લો કોલેજ ગોધરા એનએસએસ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો. લો કોલેજ ગોધરાના આચાર્ય ડૉ. અપૂર્વ પાઠક તથા અને ઇનોવેસન ટ્રેનર સુનીલ વણકર તથા આ કાર્યક્રમના પ્રોગ્રામ કો. ડૉ. અમિત મહેતા અને ડૉ કૃપા જયસ્વાલે સમગ્ર કાર્યક્રમને અગ્રીમતા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...