ગોધરામાં 27 વર્ષથી કાર્યરત સંસ્થા:લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત નિ:શુલ્ક સાયન્સ સીટીના શૈક્ષણિક પ્રવાસનો વિદ્યાર્થીઓએ લાભ લીધો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોક વિજ્ઞાન કેન્દ્ર, વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર માટે પાછલા 27 વર્ષથી કાર્યરત સંસ્થા છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લામાં વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાથે સાથે શાળા કક્ષાએ પણ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમ કે પ્રોજેક્ટ પ્રદર્શ સ્પર્ધાઓ, વિવિધ વર્કશોપ વગેરેની ઉજવણી, વક્તવ્યો, સ્પર્ધાઓ, પ્રકૃતિ તાલીમ પ્રવાસ તથા વિજ્ઞાન સંબધિક શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન સતત થતું રહે છે.

જુદા જુદા વિજ્ઞાનને સમજાવતા આકર્ષણો નિહાળ્યાં
આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે માનવજીવન ખુબ જ ઉન્નત બન્યું છે. સાંપ્રત સમાજ સીધી રીતે વિજ્ઞાન સાથે જોડાયેલો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીને આવનારી પેઢી સમજે તો માનવજીવન સતત વિકાસ તરફ વધતું રહેશે. ચાલુ વર્ષ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાત સરકારના ખાસ સહયોગથી અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સીટીનો પ્રવાસ રોજેરોજ નિયમિત કરવાનું આયોજન થયેલું છે. લોક વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિમાં રસ ધરાવતા વિધાર્થીઓ અને શિક્ષકોને પ્રાધાન્ય આપી સાયન્સ સીટી ખાતેની પ્રવેશીય વિવિધ સાયન્સ ગેલેરી તથા અન્ય વિજ્ઞાન પ્રદર્શનનું નિદર્શન કરાવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી, એકવાટીક ગેલેરી, નેચર પાર્ક, હોલ ઓફ સાયન્સ જેવા જુદા જુદા વિજ્ઞાનને સમજાવતા આકર્ષણો નિહાળ્યાં હતા.

વ્યક્તિગત કે શાળાઓ દ્વારા જુથમાં નોંધણી કરાવી શકાશે
વિજ્ઞાનને લગતા અવનવા સંશોધનો અંગે પણ વિદ્યાર્થીઓએ રસપ્રદ માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી હતી. લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાત વલીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થતી પ્રવૃતિઓમાં સૌ ભાગ લઇ આ અમુલ્ય તકનો લાભ લેવા જણાવ્યું હતુ. જીલ્લામાં આ પ્રવાસ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે વિધાર્થીઓ દ્વારા વ્યક્તિગત નોંધણી કે શાળાઓ દ્વારા જુથમાં નોંધણી કરાવી શકાશે. વધુ માહિતી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાનો સંપર્ક કરવો. સંસ્થાના કો-ઓર્ડીનેટર હાર્મિત પટેલનો સંપર્ક 9773174557 તથા મેનેજર અવિનાશ મિસ્ત્રીનો સંપર્ક 8401303000 ઉપર કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...