શિક્ષણ:ધો.10 ના મહિસગારના 31 અને પંચમહાલના 8 છાત્રોના પરિણામ અટકાવ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 39 વિદ્યાર્થી 1 વર્ષ પરીક્ષા આપશે નહિ
  • મહિસગારમાં 32માંથી એક નિર્દોષ પુરવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં અાવ્યું હતુ. પરંતું મહિસગાર જીલ્લાના 31 અને પંચમહાલ જિલ્લાના 8 વિદ્યાર્થીઅોને રીઝલ્ટ અાપવામાં અાવ્યું નથી. બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઅો પરીક્ષા ખંડમાં કાપલી કે અન્ય રીતે ચોરી કરતા પકડાઇ ગયા હતા. અાવા મહિસાગરના 32 અને પંચમહાલના 8 વિદ્યાર્થીઅો સામે પરીક્ષામાં કોપી તથા ચોરીનો કેસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં અાવ્યો હતો. કોપી તથા ચોરીમા પકડાયેલા વિદ્યાર્થીઅોની સુનાવણી રાખવામા અાવી હતી.

પરીક્ષા ંખંડના સીસીટીવી કેમેરામાં કાપલીઅો દ્વારા ચોરી કરતા ઝડપાઇ ગયા હોવાની સુનાવણી દરમ્યાન મહિસાગરના 32 માંથી 1 નિદોર્ષ પુરવાર થતાં 31 વિદ્યાર્થીઅો અને પંચમહાલના ધોરણ 10 ના 8 વિદ્યાર્થીઅો દોષીત થતાં બોર્ડ તેઅોનુ પરિણામ રોકી દીધું હતું અને કોપી કેસમાં દોષીત થતાં તેવા વિદ્યાર્થીઅોને અેક વર્ષ સુધી પરીક્ષા અાપી શકશે નહિ તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું . જેથી અાવતા વર્ષે બંને જિલ્લાના 39 વિદ્યાર્થીઅો પરીક્ષા અાપી શકશે.

અન્ય સમાચારો પણ છે...