કાર્યવાહી:પરવડી પાસેથી 4.36 લાખના દારૂ ભરેલી બે ગાડી સ્ટેટ વિજિલન્સે પકડી

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, બે ગાડીઓ, મોબાઇલ મળીને કુલ રૂ14.46 લાખનો મુદ્દામાલ જપ્ત
  • તાલુકા પોલીસ મથકે 6 ઇસમો સામે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી

રાજસ્થાન તરફથી ગોધરા નજીક દારૂ ભરેલી ગાડી અને પેટ્રોલીગ કરતી કુઝર ગાડીમાં અાવનાર છે. કુઝર ગાડીમાં ગોધરાના મેરપ ગામમાં જશવંતભાઇ પટેલ બીજા માણસો પાસેથી દારૂ મંગાવીને કટીંગ કરનાર છે. તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. બામતીના અાધારે પોલીસે પરવડી પાસેની પાંજરાપોળ ખાતે અાડાશા મુકીને નાકાબંધી કરી હતી. તે દરમ્યાન બાતમીવાળી મહીન્દ્રા ગાડી અાવતાં ગાડીનો ચાલક અને અન્ય ઇસમ ભાગતાં પોલીસે પીછો કરીને અેક ઇસમને પકડી પાડયો હતો. જયારે બીજા ઇસમ અંધારાનો લાભ લઇને નાસી ગયો હતો.

બાદમાં બીજી કુઝર ગાડી અાવતા પોલીસને દેખીને ચાલકે ગાડીને ભગાડતાં રોડની સાઇડ પરના પથ્થર સાથે અથડાઇ હતી.કુઝર ગાડીમાં ચાલક તથા અન્ય બે ઇસમો ગાડી મુકીને નાસી ગયા હતા. પોલીસે બે ગાડીમાં તપાસ કરતાં 3965 નંગ દારૂની બોટલો તથા બીયરના ટીન મળી અાવ્યા હતા. પોલીસને ગાડીમાંથી અેક મોબાઇલ પર મળી અાવ્યો હતો. પોલીસે બેગાડીમાંથી 4,36,076 ,બે ગાડીઅો તથા મોબાઇલ મળીને કુલ 14,46,076 નો મુદ્દામાલ કબજે કરી ગોધરા તાલુકા પોલીસ મથકે 6 ઇસમો સામે પ્રોહીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...