સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા પંચમહાલ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા 11માં ખેલમહાકુંભ અંતર્ગત પુર્વે ઝોન કક્ષાની મહિલા ફૂટબોલ અંડર 14,17 અને ઓપન વિભાગની સ્પર્ધા તા.15થી 20 મે સુધી યોજાશે. ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેનાર પૂર્વઝોન કક્ષાના અલગ-અલગ 9 જિલ્લાની 332 મહિલા ખેલાડી ભાગ લેશે.
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તથા ઉદ્ઘાટક સમાંરભ ભાજપા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તથા અતિથી વિશેષમાં ભાજપા જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, સમરસિંહ પટેલ, પંચમહાલ જિલ્લા ફૂટબોલ એસોસિએશન પ્રમુખ મોહસીન અબ્બાસી સહિત મહાનુભવો તેમજ રાજ્યકક્ષા ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપસિંહ પસાયાઅે મહેમાનોનું સ્વાગત કરી આમંત્રિત મહેમાનનો તથા ખેલાડીઓને ખેલમહાકુંભ સ્પર્ધા બાબતે માહિતગાર કર્યા હતા. તથા આમંત્રીત મહેમાનોએ પંચમહાલ જીલ્લાના ખેલાડીઓ રાજ્યકક્ષા, નેશનલ કક્ષાએ ઓલમ્પિક કક્ષાએ ભાગ લે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.