રંગ અવધૂતજી મહારાજનો 125મો પ્રાગટ્ય મહોત્સવ:બ્રાહ્મણ પંચની વાડી ખાતે શ્રી રંગલીલામૃત કથાનું આયોજન, ગુજરાતભરના ભક્તો ઉપસ્થિત રહી પોથી યાત્રામાં જોડાયા

પંચમહાલ (ગોધરા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂજ્ય શ્રી રંગ અવધૂતજી મહારાજના 125મા પ્રાગટ્ય વર્ષ મહોત્સવ નિમિત્તે પૂજ્ય બાપજીના જન્મસ્થાન, બાળ લીલા સ્થાન તેમજ પૂજ્ય માજીના વાત્સલ્ય ધામ સ્થાન ગોધરા મુકામે તારીખ 15થી 21 માર્ચ દરમિયાન બ્રાહ્મણ પંચની વાડી ખાતે શ્રી રંગલીલામૃતનું પારાયણ કરવામાં આવ્યું છે. સાંજે શ્રી રંગલીલામૃત કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કથાનું રસપાન શાસ્ત્રીજી કિરીટ પાઠક સંગીતમય શૈલીમાં કરાવી રહ્યા છે.

શ્રી રંગ અવધૂત સુરત શહેર જિલ્લા પરિવારના અગ્રણી સુધીર સોનીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરના રંગભક્તો ઉપસ્થિત રહી પોથી યાત્રામાં જોડાયા હતા. પૂજ્ય જગદીશાનંદજી 'રંગબાળ' એ આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી રંગયુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરાના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...