તંત્રની પેઇડ ન્યુઝ પર ચાંપતી નજર:પંચમહાલમાં ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ; નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ ગોધરામાં MCMCની મુલાકાત લીધી

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર અનુજ ગર્ગ (IRS) તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ કલેકટર કચેરી ગોધરા ખાતે કાર્યરત MCMC (મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી) અને મિડીયા સેન્ટરની મુલાકાત લઇ આ કમીટી દ્વારા કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. MCMC કમીટી દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા તથા સોશ્યલ મિડીયામાં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરખબરો અને પેઇડ ન્યુઝ પર સતત વોચ રાખવામાં આવે છે. ખર્ચ ઓબ્ઝર્વરે આ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.

MCMC સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવાયા
ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત માહોલમાં યોજાય તે માટે અને મતદારોને પ્રચાર માધ્યમો દ્વારા ભ્રામક જાહેરાત કરીને આકર્ષવામાં ન આવે તે માટે MCMC સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક અને રાજ્ય લેવલની ન્યુઝ ચેનલમાં પંચમહાલ જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી MCMC સેન્ટરમાં થઈ રહી છે.

ગેરકાયદેસર પોસ્ટ મુકી પ્રચાર- પ્રસાર પર વોચ
MCMC સેન્ટરમાં ટેલિવિઝન ઉપરાંત ન્યુઝ પેપર્સ પર પણ સતત સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર- પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થતો હોય છે. જેથી સોશિયલ મિડીયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મુકી પ્રચાર- પ્રસાર કરવામાં આવતો હોય તેનું મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન
મિડીયા સેન્ટર અને MCMC સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. વિધાનસભા 2022ની ચૂંટણી લક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરની વિગતો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...