ગોધરા ક્રાઈમ ન્યૂઝ:ઘરમાંથી તસ્કરો 96000ના માલમત્તાની ચોરી કરી ફરાર; અન્ય યુવક યૂનિયન બેંકના એટીએમમાંથી 4,43,000ની છેતરપીંડી કરી ફરાર

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના ટીંબારોડ ખાતે આવેલા ઓમ નગર સોસાયટીમાં કોઈક અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના આશરે 96 હજાર રૂપિયાના ચોરી કરી લઈ જતા કાંકણપુર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ગોધરા શહેરમાં આવેલા ભાવરાઈ દેસાઈ રોડ પર બેન્ક ઓફ બરોડાની સામે ભારત બેકરીની બાજુમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાંથી 4 લાખ 43 હજારના નાણાંની ઉચાપત કરી પોતાના અંગત ખર્ચામાં વાપરી નાખી એક આરોપી નાસી છૂટ્યો હતો. જેથી ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે નાણાંની ઉચાપત કરનાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે.

ઘરમાંથી 96 હજારના દાગીના ચોરી ચોર ફરાર
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા તાલુકાના ટીંબા રોડ ઓમ નગર સોસાયટીમાં રહેતાં બ્રિજેશકુમાર બળવંતસિંહ બારીયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 10/12/22થી રાત્રિના સુમારે 13/12/22ના વહેલી પરોઢ દરમિયાન કોઈક અજાણ્યા તસ્કરોએ મારા ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના ડ્રોવરનો લોક તોડી તેમાં મૂકેલી સોનાની વીંટી નંગ 4 જેની કિંમત રૂ. 40 હજાર તથા ચાંદીના છડા આશરે 250 ગ્રામના એક જોડ જેની કિંમત 10 હજાર તથા ચાંદીની મૂર્તિ બે નંગ જેનું વજન 150 ગ્રામ જેની કિંમત 6 હજાર અને સોનાની ચેન 15 ગ્રામની નંગ 1 જેની કિંમત 40 હજાર મળી. કુલ 96 હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. જેથી બ્રિજેશ કુમાર બળવંતસિંહ બારીયાએ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

યૂનિયન બેંકના એટીએમમાંથી 4,43,000ની છેતરપીંડી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ દુધાજી જાતે ઠાકોરે, પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, આજથી એક મહિના પહેલા ભાવરાઇ દેસાઈ રોડ ઉપર આવેલા બેન્ક ઓફ બરોડાની સામે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાંથી મેહુલકુમાર સુરેશકુમાર ઉપાધ્યાય કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો અને તેણે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાંથી 4 લાખ 43 હજારના નાણાંની ઉચાપત કરી પોતાના અંગત ખર્ચામાં વાપરી નાખી પરત ન ફરી નાસી ભાગ્યો હતો. જેથી કમલેશ દુધાજીએ ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે મેહુલકુમાર સુરેશકુમાર ઉપાધ્યાય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...