તસ્કરો ત્રાટક્યાં:બાથરૂમની બારી તોડી તસ્કરો 6.90ની મતા ઉઠાવી રવાના

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના શેખ મજાવર રોડ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં
  • મકાન માલિક તબેલામાં ગયા ને તસ્કરો સફાઇ કરી ગયા

ગોધરાના શેખ મજાવર રોડ વિસ્તારના મકાનના બાથરૂમની બારી તોડીને તસ્કરો મકાનમાં ઘૂસીને રોકડા રૂા.6.50 લાખ મળીને કુલ રૂા.6.90 લાખની મત્તાની ચોરી કરતા ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધીને પોલીસે અજાણ્યા તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ગોધરાના શેખ મજાવર રોડ પર આવેલ દાળ મિલ નજીક રહેતા ફરહાન ઈલ્યાસ રસૂલભાઈ પશુપાલનનો ધંધો કરે છે. ગતા તા.6 ના રોજ ફરહાન ઇલ્યાસ રસુલભાઇ ચીખોદ્દા પાસેના ગાય અને ભેંસના તબેલા પર ગયા હતા. તે દરમ્યાન અજાણ્યા ચોરે મકાનના બાથરૂમની વેન્ટીલેટરની બારી તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તસ્કરોએ મકાનના બેડરૂમ તથા ઉપલા માળના રૂમના લાકડાના કબાટ તોડીને સામાન વેરવિખેર કરી દીધો હતો. મકાનના બેડરૂમમાં આવેલા કબાટના નકુચા તોડીને અંદર મુકેલા દૂધના ધંધાના રોકડા રૂા.6,50,000 તથા રૂા.40 હજારની સોનાની બે બુટ્ટીઓની ચોરી કરી હતી.

તસ્કરોએ રોકડા રૂા.6.50 લાખ સહિત 6.90 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. મોડી રાતે ફરહાન ઇલ્યાસ રસુલભાઇ ઘરે આવીને દરવાજાનુ તાળું ખોલતાં મકાનના રૂમનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તથા કબાટમાં તપાસ કરતાં રોકડા સહિતની મત્તા તેમજ એટીએમ કાર્ડ, અલગ અલગ બેંકની ચેકબુક, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની ચોરી થઇ હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી. ભરચક વિસ્તારના મકાનમાં અજાણ્યા ચોરો બાથરૂમના વેન્ટિલેસનની બારીમાંથી મકાનમાં પ્રવેશ કરીને લાખોની મત્તાની ચોરી થતાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...