કામગીરી:ગોધરામાં રેલવે ગરનાળા તરફના રોડની મંથરગતિએ ચાલતી કામગીરી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર તથા પાણીની લાઇનની કામગીરીને કારણે અેક રોડની કામગીરી બંધ હતી - વોર્ડ કાઉન્સિલર

ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રોયલ હોટલથી સિગ્નલ ફળીયા રેલવે ગરનાળા સુધીના બે તરફના માર્ગની કામગીરી કામગીરી શરૂ કરવામાં અાવી હતી. જેમા અેક તરફના માર્ગની કામગીરી પુર્ણ કરી હતી. જ્યારે બીજી તરફના રોડમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇનની કામગીરી સહિત અન્ય વિવાદોના કારણે કામગીરી બંધ કરી હતી. એક માર્ગ ઉપર અવર જવર ચાલુ હોવાને કારણે અકસ્માતો તથા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. સ્થાનિકો હાલાકીઓ ભોગવી રહ્યા હતા.

જે અંગે સ્થાનિકો દ્વારા બીજી તરફના રોડની કામગીરી શરૂ કરવા અનેક વાર તંત્રને રજૂઆતો પણ કરેલ છે. અનેક રજૂઆતો બાદ બીજી તરફના માર્ગની કામગીરી હાથ ધરી છે. પરંતુ મંથરગતીઅે ચાલતી કામગીરી જલ્દીથી પૂર્ણ કરવા માટે માગ છે.

અડચણો દુર થતા રોડની કામગીરી શરૂ
ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં રોયલ હોટલથી સિગ્નલ ફળીયા રેલવે ગરનાળા તરફના બે માર્ગમાંથી અેક તરફના માર્ગમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇનની કામગીરી સહિત અન્ય વિવાદોના કારણે અેક તરફના રોડની કામગીરી બંધ કરવામાં અાવી હતી. હાલ તમામ અડચણો દુર થતા રોડની કામગીરી શરૂ કરવામાં અાવી છે. - ફેસલભાઇ સુજેલા, વોર્ડ કાઉન્સીલર

અન્ય સમાચારો પણ છે...