લોકોનું સ્વાસ્થ જોખમાયું:ગોધરામાં વર્મિગ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં કચરો સળગાવતા શ્વાસ લેવામાં તકલીફ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરો સળગાવતાં ધુમાડાથી લોકોનું સ્વાસ્થ જોખમાયું
  • 7 દિવસ કચરા સળગવાનું બંધ નહિ કરે તો પ્રવેશબંધી કરીશું: સરપંચ

ગોધરા નગર પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને હમીરપુર ખાતે કચરાના સ્ટોરેજ માટે વર્મિંગ પ્લાન્ટ બનાવવામાં અાવ્યો છે. અા પ્લાન્ટમાં સુકા અને ભીના કચરાને છુટો પાડીને ખાતર બનાવવાની વાત હતી. પણ અા ખાતર બનાવવાની વાત ફક્ત કાગળ પણ દેખાઇ રહી છે. પાલિકાના સેનેટરી વિભાગ હસ્તક અાવતા વર્મિંગ પ્લાન્ટ દેખરેખના અભાવે જર્જરીત હાલતમાં બન્યો છે. લાખો રૂપિયાનો ખર્ચ વ્યય કરવામાં અાવી રહ્યો હોવાનું માજી પાલિકા સભ્ય યાકુબ તપેલી જણાવી રહ્યા છે. અા સાઇડ પર શહેરમાંથી કચરો લઇને વાહનો દ્વારા નાખે છે. વર્મિંગ કમ્પાઉન્ડમાં કચરાના ઠગલા નાખીને જતા રહે છે.

કચરો નાખીને જતાં અાસપાસના લોકોને મુશ્કેલીઅો પડી રહી છે. પ્લાન્ટમાં શેડના પતરા ગાયબ થઇ ગયા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાતો કરતાં અધિકારીઅોની ઘોર બેદરકારીના લીધે ગેટ પાસે અને રસ્તામાં વાહનનો નાંખેલો કચરો સળગાવી દેતાં તેના ધુમાડાથી અાસપાસના લોકોને જીવવું મુશ્કેલ બની ગયંુ છે. પાલિકા સુકા અને ભીનો કચરો ઉઘરાવીને વર્મિંગ સાઇડ પર ખાતર બનાવવાની વાત કરે છે. પણ અાજ દિન સુધી ખાતર બનાવવાની કોઇ પ્રોસેસ કરવામાં અાવી નથી તેવું માજી પાલિકા સભ્ય યાકુબભાઇ તપેલી કરી રહ્યા છે.

ત્યારે રસ્તા અને ગેટ પાસે કચરો નાખીને સળવાગી દેવાથી ધુમાડાથી અાસપાસના લોકોના ઘરોમાં ધુમાડા ધુસી જવાથી સ્વાસ્થને નુકસાન કરી રહ્યું હોવાની હમીર પુરના સરપંચ અને ગામજનોની રજુઅાતો કરવ ાછતાં કોઇ પરીણામ ન અાવતાં સાત દિવસ કચરો સળગવાનું પાલિકા બંધ નહી કરે તો અેક પણ કચરા ભરેલું વાહન વર્મિંગ સાઇડ તરફ જવા દેવામાં અાવશે નહિ તેવું સરપંચે જણાવ્યું છે.

ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે
હમીરપુરના વર્મિંગ પ્લાન્ટના ગેટ પાસે અને રસ્તામાં વાહનો કચરાના ઢગલા કરીને જતા રહે છે. જયારે ઢગલા સળવાવાથી ધુમાડાઅો અમારા ઘર સધી અાવતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.પાલિકામાં અનેક વાર રજુઅાત કરી પણ નિરાકરણ અાવ્યું નથી. જેથી સાત દિવસમાં કચરો સળગાવાનું બંધ નહિ કરે તો અમે અેક પણ કચરા ભરેલું વાહન વર્મિંગ સાઇડ તરફ જવા દઇશું નહિ.> હસમુખભાઇ બારીયા, સરપંચ, હમીરપુર

અન્ય સમાચારો પણ છે...