જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસ શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ કહેવામાં અાવે છે. જેનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં અાવ્યો હતો. જેને કારણે લોકોઅે તહેવારની ઉજવણી કરી ન હતી. બે વર્ષ બાદ પંચમહાલ-દાહોદ-મહિસાગરમાં શિવલાયોમાં રોશની સહિત લઘુરુદ્ર ના આયોજનો કરવામાં આવ્યાછે.
અા વર્ષે સરકાર દ્વારા કોરોનાની કોઇ ગાઇડ લાઇન ન હોવાથી શ્રાવણ માસમાં ગોધરાના અંકલેશ્વર મહાદેવ, દેવતલાવડી મહાદેવ, મહાવીર નગરનું મહેશ્વર મહાદેવ, શહેરાનું મરડેશ્વર મહાદેવ, વેજલપુર પાસે સુરેલીનું ગુપ્તેશ્વર મહાદેવ મંદીર સહિત જિલ્લાના શિવાલયો હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠશે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.
શ્રાવણ માસમાં શિવભક્તો શિવભક્તિમાં તન્લિન થઇ જશે. ભગવાન શંકરના આશિર્વાદ અને દયાભાવ મેળવવા માટે આ માસમાં તમામ શિવભક્તો યથાશક્તિ પૂજા, અર્ચના અને દર્શન કરીને આખો શ્રાવણ માસ શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવી, યથાશક્તિ દાન કરી, ઓમ નમઃ શિવાયના જાપ કરી, ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવવા ભક્તિરસમાં પસાર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.