ઠંડીની જમાવટ:18 કિમી ઝડપે બર્ફિલા પવન ફૂંકાતાં પંચમહાલ જિલ્લામાં શીતલહેર;પાવાગઢમાં રોપવે બંધ

ગોધરા/હાલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઠંડીએ જમાવટ કરતાં શિયાળુ પાક ઘઉ-ચણાને સારો ફાયદો થશે

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે પંચમહાલમાં આજે બર્ફીલા પવનોએ ઠંડીની જમાવટ કરી દીધી હતી. પવનની ગતિ 18થી 20 કિ.મીની રહેતાં 4 દિવસમાં જ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડીને 11 પર પહોંચી ગયો હતો. જોકે દિવસભર વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીમાં વધારો નોંધાયો હતો. દરમિયાન વાતાવરણમાં આવેલા અચાનક બદલાવના કારણે પાવાગઢ ખાતે ચાલતી રોપવે સેવા પણ બે દિવસ બંધ રાખવામાં આવી હતી. આવતીકાલે વાતાવરણ સારૂ રહેશે તો રોપવે ચાલુ કરવામાં આવશેનું જણાવ્યુ હતું.

ઉતર ભારતના રાજયોમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર પંચમહાલના હવામાનમાં પણ નોંધાતા ગુરૂવારે ઉતર દિશામાંથી કલાકના 18 થી 20 કિ.મીની ઝડપે ઠંડા પવન ફુંકાતા દિવસના તાપમાનમાં ઘટાડો થઇને 11 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ દિવસમાં ઠંડા પવનથી ધ્રુજી ઉઠ્યા હતા. બર્ફીલા પવનને લઇને વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. જેમા અધિકતમ તાપમાન 23 ડિગ્રી, લઘુતમ તાપમાન 11 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા, હવાનું દબાણ 1020 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 18 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

હાલમાં ઉતર ભારતના રાજયોમાં બરફ વર્ષા થઇ રહી છે. આથી ઉતરથી ઠંડા પવન શહેરમાં ફુંકાઇ રહ્યા છે. આ પવન આજે દિવસના પણ ફુંકાતા દિવસનું તાપમાન4 દિવસમાં 4 ડિગ્રી ઘટીને 11 ડીગ્રી પર પહોચ્યુ હતુ. ઠંડા ફુંકાતા પવનને કારણે દિવસે સુર્યન રાયણના તાપની અસર અનુભવાતી ન હતી. ઘઉ, ચણા, કપાસ સહિતના શિયાળુ પાક માટે ઠંડી લાભદાયક હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે.

મીની વાવાઝોડા જેવા ઠંડા પવનને પગલે પાવાગઢ રોપ-વે પર અસર પડી હતી. બુધવારે ફુકાયેલા ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. દિવસભર પવન રહેવાની શક્યતાઓ ને લઇને રોપવે કંપની દ્વારા યાત્રીકોની સુવિધા ને ધ્યાને લઈને ગુરૂવારે રોપવે સેવા બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જ્યારે પાવાગઢ ખાતે રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઅો અાવતા હોય છે. રોપવે સેવા બંધ રહેતા પગપાળા ડુંગર પર જવાની નોબત અાવી હતી.

આજે વાતાવરણ સારું હશે તો રોપ વે સેવા ચાલું કરીશું
પાવાગઢ માં યાત્રાળુઓ ને માચી થી ડુંગર સુધી પહોંચાડતી રોપવે સેવા વાતાવરણ ખરાબ હોવાથી સેવા બે દિવસ થી બંધ રહેતા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ને મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસો માં રોપવે સેવા ચાલુ થશે કે નહીં તે અંગે રોપવે ના કર્મચારી એ જણાવ્યું હતું કે રોપવે ના 8 અને 10 નંબર ના ટાવર નીચે મોટી ખીણ આવેલ છે. જ્યાં વધુ પવન ફૂંકાતો હોય રોપવે ચાલુ નથી કરી શકાતી. શુકવારે પવન વધારે નહીં હોય અને વાતાવરણ સારું રહેશે તો રોપવે સેવા ચાલુ કરી શકાશે નું જણાવ્યું છે. મકસુદ મલિક

અન્ય સમાચારો પણ છે...