ગોધરા જિલ્લાનું ગૌરવ:શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં વિજેતા; કબડ્ડીમાં વિદ્યાર્થિનીઓની ટીમ રનરઅપ બની

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આંતર કોલેજ ફૂટબોલ ભાઈઓની સ્પર્ધા દેવગઢબારીયા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની હતી.

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની
આ સ્પર્ધામાં દેવગઢ બારીયાના માજી ધારાસભ્ય તુષાર બાબા ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં ચેમ્પિયન અને રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી તથા સમગ્ર સ્પર્ધા દરમિયાન સૌથી વધારે ગોલ કરનારા શેઠ.પી.ટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના બે ખેલાડીઓને ઇનામ પણ અપાયું હતું. આ ફૂટબોલ સ્પર્ધામાં શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 6 ખેલાડીઓનું સિલેક્શન SGGUની ફૂટબોલ ટીમમાં પણ થયું હતું.

આ ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે :

1. રાઠોડ નરેન્દ્રસિંહ એમ (MA sem-1 Enghlish)

2. રાઠવા રંગશ આર.(MA sem-1 Gujarati)

3. પટેલ રાહુલ કુમાર આર(MSc sem-1 chemistry)

4. ભાભોર નિકુન આર. (Bsc sem-3 chemistry)

5. શેઈ સહિદ ઝેડ (B.A sem-3 -Economics)

6. મકરાણી અલ્ફાઝ એ.(B.A sem-5- History)

6 ખેલાડીઓ ઉદેપુર ખાતે રમવા જશે
આ ફુટબોલના ખેલાડીઓ આગામી સમયમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વેસ્ટ ઝોન ફૂટબોલ ભાઈઓની સ્પર્ધા ઉદેપુર રાજસ્થાન ખાતે યોજાનાર છે, તેમાં યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાંથી રમવા જશે. આ માટે સમગ્ર કોલેજ પરિવારે ખૂબ ઉત્સાહની લાગણી અનુભવી હતી તથા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ બી પટેલ તથા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર હંસાબેન ચૌહાણે આ ખેલાડીઓ અને ફૂટબોલની પૂરી ટીમને ચેમ્પિયન થવા બદલ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.

કબડ્ડીની સ્પર્ધામાં પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ Runner-up બની
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આંતર કોલેજ કબડ્ડી બહેનોની સ્પર્ધાનુ આયોજન બાલાસિનોર ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ Runner-up બની બની છે જેમાં કોલેજમાંથી કુલ ત્રણ બહેનો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કબડ્ડી ની ટીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

1. વણઝારા વીણા વી.(MA sem-1-Enghlish) 2. ભગોરા પદ્માવતીબેન ડી. ( B.A sem-5- Gujarati) 3. પરમાર રીટાબેન એન.( B.A sem-1 History)

સિલેક્ટેડ વિદ્યાર્થિનીઓ અમરાવતી ખાતે યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે
આ ત્રણ બહેનોને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કબડ્ડીની ટીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. બહેનો આવનારા સમયમાં ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કબડ્ડી સ્પર્ધા, અમરાવતી મહારાષ્ટ્ર ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું પ્રતનિધિત્વ કરશે. કબડ્ડીની સ્પર્ધામાં સિલેક્ટ થયેલી બહેનોને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. બી.પટેલ તથા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર હંસાબેન ચૌહાણ તથા સમગ્ર કોલેજ પરિવારે ખુબ ખુબ શુભામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...