આવકાર સમારોહ:ગોધરામાં શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નૂતન પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરાયું, સંગીત કાર્યક્રમ અને ગરબાનું આયોજન

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા

ગોધરામાં આવેલ શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ઇતિહાસ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાથે બી.એ સેમેસ્ટર 1 માં નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો કુમકુમ તિલક કરીને વેલકમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધારવા માટે કોલેજ દ્વારા સંગીત કાર્યક્રમ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરમાં આવેલ શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એમ.એમના ઇતિહાસ ડિપાર્ટમેન્ટના એસ.વાય અને ટી.વાય. બી.એના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.

ઉપરાંત બીએ સેમેસ્ટર 1 માં પ્રવેશ મેળવેલ નવીન વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વેલકમ કાર્યક્રમ યોજાયો. જેમાં નિવૃત્ત આચાર્ય અને ગુજરાતના જાણીતા ઇતિહાસવિદ્ ડૉ બી અને ગાંધી ડૉ જી વી જોગરાણા ધર્મિષ્ઠાબેન મોદી તેમજ કોલેજ સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્વરુચિ ભોજન સહિત સંગીત કાર્યક્રમ સાથે ડીજેના સથવારે ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ડો સુરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અનુરૂપ કોલેજના આચાર્ય ડૉ એમ બી પટેલે કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...