ગોધરામાં સદાબા ફેડરેશન હોલમાં જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં અને ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, અગ્રણી અશ્વિનભાઇ પટેલ અને મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત યોજાયેલ કેશ ક્રેડીટ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતુ કે ગ્રામ વિકાસ મંત્રાલયની એક ખુબ જ સરસ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો છે. જેમા 33 જુથોને રૂા.43 લાખના ચેકનું વિતરણ તેમજ 123 જુથોને રૂા.127 લાખના મંજુરી પત્રો આપવામાં આવ્યા હતા.
આમ કુલ 156 જુથોને રૂા.170 લાખનું લોન ધિરાણ કરવામાં આવશે. જેના દ્વારા સખીમંડળની બહેનોને સમય મર્યાદામાં ધિરાણ કરી શકાશે આ કેમ્પથી બહેનો લોન ધિરાણની રકમ મેળવી વિવિધ આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, ખેતીને લગતી પ્રવૃત્તિઓ, કરીયાણાની દુકાન વગેરે લઘુ ગૃહ ઉદ્યોગો શરૂ કરી આત્મનિર્ભર બની ઉત્તરોત્તર પ્રગતિ કરશે.
આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ બેંક મિત્ર, શ્રેષ્ઠ કામગીરી કરતા બીસી સખી તથા શ્રેષ્ઠ કામગીરી સખીમંડળ તમામને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીઆરડીએ નિયામક, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા લાઇવલીહુડ મેનેજર, બેંકોના બ્રાન્ચ મેનેજરો ટીમ NRLM સહિત બહેનો હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.