ભાસ્કર વિશેષ:ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો-સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં 85 ઉમેદવારોની પસંદગી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા, શહેરા તેમજ મોરવા(હ)તાલુકાના ઉમેદવારો શિબિરમાં હાજર રહ્યા

જિલ્લા રોજગાર વિનિમય દ્વારા ગોધરાની કલરવ સ્કૂલમાં ગોધરા, શહેરા, મોરવા (હડફ)તાલુકાના ઉમેદવાર ભાઈઓ અને બહેનો ને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શીબીર યોજવામાં આવી. જેમાં પંચમહાલ, ભરૂચ, વડોદરા જિલ્લા 7 નોકરીદાતા હાજર રહ્યા, ભરતી મેળામા લાયકાત મુજબની 250 જેટલી ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યા માટે 100 થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

જેમાથી 85 ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા વધુ ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવા એસ એમ.એસ અને ઈમેલથી જાણ કરવામાં આવેલ હતી. ભરતી મેળામાં રોજગારી મેળવવા માંગતા ન હોય તેઓને સ્વરોજગારી માટે સ્વતંત્ર ધંધો વ્યવસાય કરવા લોન સહાય મેળવવા જિલ્લા રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણ દ્વારા માર્ગદર્શન અપાયું હતંુ.

અન્ય સમાચારો પણ છે...