અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાં:ગોધરામાં વરસાદની બીજી ઇનિંગ, 12 કલાકમાં 10 ઇંચ, શહેર જળબંબાકાર

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરાની મેસરી નદીના કિનારા વાળા વિસ્તરોમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ગોધરાની મેસરી નદીના કિનારા વાળા વિસ્તરોમાં પાણી ભરાયા હતા.
  • સાંબેલાધાર વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યાં
  • મેસરી નદી બે કાંઠે વહેતાં કિનારાના ઘરોમાં પાણી ભરાયાં

ગોધરા શહેરમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર સવારી કરીને 5.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ સોમવારે સાંજથી મેઘરાજાએ બીજી ઇનિંગમાં સાંબેલાધાર વરસાદ વરસાવતાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ થયો હતો. જેમાં શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ડુબ્યા હતા.

ગોધરાની યોગેશ્વર સોસાયટી, સીંધીની ચાલ, વાલ્મીકીવાસ, વલ્લભપાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા હતા. શહેરમાં અનારાધાર વરસાદથી બાવાની મઢીના મંદિરના ભગવાન ભોળેનાથ પર વર્ષારાણીએ જળાભિષેક કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. પણ એકધારા વરસતાં વરસાદે ગોધરાની મેસરી નદીના કોઝવે અને પ્રભાના નાળા ઉપરથી પાણી વહેતાં અવરજવર માટે બંધ કરી દેવાયા હતા.

ગોધરાના પશ્ચિમ વિસ્તારો ગોન્દ્રા, કુબા મસ્જિદ, છકડીયાવાસ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતાં લોકો આખી રાત જાગવાની નોબત આવી હતી. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં નગરજનોને ભારે નુકસાની વેઠવાનો વારો અાવ્યો છે. ગોધરામાં 10 ઇંચ વરસાદથી શહેર જળમગ્ન બની ગયું હતું.

ભારે વરસાદથી અેસટી વિભાગે અેક રૂટ બંધ અને એક ટ્રીપ કેન્સલ કરી હતી. પાલિકા દ્વારા જેસીબીની મદદથી વાલ્મીકીવાસ, વલ્લભપાર્ક સહિતના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કર્યો હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાતાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.

નદી કાંઠાના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ગોધરામાંથી પસાર થતી મેસરી નદી બે કાઠે વહી હતી. ગોન્દ્રા પાસેનો મેસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ગોધરા શહેરના મેશરી નદી કાંઠાના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા. તંત્રે કોઈ મદદ ન પહોંચાડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. રહીશોએ કલેકટર કચેરી ખાતે આની રજૂઆત કરી હતી.

પંચમહાલના તાલુકામાં 24 કલાકમાં વરસેલો વરસાદ

તાલુકો24 કલાકનોકુલ વરસાદ
ઘોઘંબા

45 મિ.મી. 270 મિ.મી.

ગોધરા

242 મિ.મી. 463 મિ.મી.

હાલોલ32 મિ.મી.306 મિ.મી.
જાંબુઘોડા

385 મિ.મી. 1107 મિ.મી.

કાલોલ

48 મિ.મી. 193 મિ.મી.

મોરવા(હ)39 મિ.મી.217 મિ.મી.
શહેરા

88 મિ.મી. 385 મિ.મી.

કેડ સમા પાણી, પણ કોઇ અધિકારી ફરક્યા નહીં
ગોધરાના સ્લમ વિસ્તાર એવા એવા વાલ્મીકી વાસ, નવા તીરઘરવાસ, ઢોલીવાસ છકડાવાસ વગેરે વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા હોવા છતાં વહીવટી તંત્રના એક પણ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત ન લેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘરોમાં ચારેબાજુ પાણી વચ્ચે અેક બાળકી પલંગ પર સૂતી હતી ત્યારે તેનો પરિવાર રાતે પાણી કાઢી રહ્યો હતો.

મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી
લુણાવાડા. સોમવારે સાંજે જિલ્લાના લુણાવાડા તાલુકામાં માત્ર એક જ કલાકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી. જિલ્લામાં ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જિલ્લામાં યલો એલેટ જાહેર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...