રાજ્ય સહિત પંચમહાલની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું ઉનાળુ વેકેશન ગત તા. 9 મેથી પડ્યું હતું. વેકેશન દરમિયાન કોરોના વાઇરસની મહામારી નામશેષ થતાં બાળકોએ ઉનાળુ વેકેશન મનભરીને માણ્યું હતું. તેમજ અનેક બાળકો પરિવાર સાથે વેકેશન દરમિયાન અનેક સૌંદર્યધામની સહેલગાહે ઉપડી ગયા હતા. ત્યારે 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા.13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શૈક્ષણિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠશે. શાળા સંચાલકો દ્વારા શાળાઓના વર્ગ ખંડોની સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. તથા નવા અને જુના વિદ્યાર્થીઓને આવકારવામાં અાવશે.
બીજી તરફ વાલીઅો તથા વિદ્યાર્થીઓ દ્વારા પણ પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગો સહિતની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં અાવી છે. શાળાઓ શરુ થતાં જ નાના ભૂલકાઓના વાલીઓ પણ બાળકોને શાળા ઉપર લેવા-મૂકવાની જવાબદારીમાં ગુંથાઈ જશે અને સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસોની ઘરેરાટી પણ સોમવારથી શરૂ થઇ જશે. જોકે પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.