નશામુકત ગોધરા:‘SAY NO TO DRUGS’ નશામુકત ગોધરાનો કાર્યક્રમ

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, અગ્રણીઓ તેમજ ગોધરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના યુવાનો પ્રતિબંધિત કોડીન દવાના બંધાણી થતા ગેર કાયદેસર ધુમ વેચાણ થઇ રહ્યું છે. કોડીન દવાના સેવન બાદ ગુનાહીત પ્રવૃતિમાં વધારો અને યુવાધન કોડીન દવા પીવાથી બરબાદ થઇ રહ્યો હોવાથી કોડીન દવાના ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવાની રજુઅાત પંચમહાલ જિલ્લા મુસ્લિમ સમાજના અાગેવાનો સહીત ધાર્મીક વડાઅોઅે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને કરી હતી. જેને અનુલક્ષીને ગોધરાના પોલનબજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લીમ સમાજ દ્વારા SAY NO TO DRUGS “નશામુકત ગોધરા“ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા મુસ્લીમ સમાજના ધર્મગુરૂઓ, અગ્રણીઓ તેમજ ગોધરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ગોધરા શહેરના મુસ્લીમ સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ગોધરા શહેરમાં કોડીન શીરપ તથા અન્ય નશાયુકત પદાર્થોના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવા તથા આવી અસમાજીક પ્રવૃતિ કરવાવાળાઓને ખુલ્લા પાડવા સારૂ તેમજ પોલીસમાં આ અંગે જાણ કરી આ પ્રકારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં પોલીસ દ્વારા નશાના રવાડે ચઢેલ યુવાનોને નશાના ચુંગલ માંથી બહાર કાઢવા માટેના સુચનો અપાયા હતા. અને પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વેચાણ કરનાર તેમજ નશો કરનાર સામે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ પોલીસે ચીમકી આપી હતી. પોલીસ અને સમાજ સાથે મળી યુવા ધનને નશા મુક્ત કરવા માટેનાં પ્રયાસ રૂપે નશા મુક્ત કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેવુ જણાવાયુ હતુ. જેમા ઉદ્યોગપતિએ નશા મુકત કેંદ્ર શરૂ કરવા રૂપિયા એક લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં ગોધરા શહેરના 700થી 800 જેટલા લોકો હાજર રહ્યા હતા. અંતમાં ગોધરાને નશામુકત બનાવવા માટે હાજર રહેલ તમામ માણસોએ શપથ લીધા હતા. સમાજમાંથી નશાની બદી દૂર કરવા માટે પોલીસને સહકાર આપવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...